મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત (sushant singh rajput suicide) આ નામ લેતા આંખોની સામે એક હસ્તો, એક શરમાળ ચહેરો સામે આવી જાય છે. તેણે મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સુશાંતના આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. પરંતુ જાણવા મળ્યુ છે કે તે છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનનો શિકાર હતો. સુશાંત ડિપ્રેશનને કારણે દવાઓ લઈ રહ્યો હતો. સુશાંતના દુનિયામાંથી કૂચ કરતા પહેલા 3 કલાક આ રીતે પસાર થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે 6.30 કલાકે જ્યારે તે ઉઠ્યો તો ઘરમા કોઈએ વિચાર્યું નહીં હોય કે આ તેની છેલ્લી સવાર હશે. જ્યારે સુશાંતે આત્મહત્યા કરી તો તે ઘરમાં એકલો નહોતો પરંતુ અન્ય લોકો પણ હતા. જણાવવામાં આવ્યું કે, જે સમયે આ ઘટના થઈ તો સુશાંત સિવાય તેના ઘરમાં ભોજન બનાવનાર, ક્રિએટિવ મેનેજર અને એક અન્ય વ્યક્તિ પણ હાજર હતો. તેના મિત્રએ જણાવ્યું કે, તે સવારે ઠીક લાગી રહ્યો હતો. 


કાલે મુંબઈમાં થઈ શકે છે અંતિમ સંસ્કાર, સુશાંતના ડોક્ટરની પણ પૂછપરછ કરશે ક્રાઇમ બ્રાન્ચ


રિપોર્ટસ પ્રમાણે, સુશાંત સવારે 6.30 કલાકે સુઈને ઉઠ્યો હતો. ઘરમાં નોકરે તેને સવારે 9.30 કલાકે દાડમનું જ્યૂસ આપ્યું અને તેણે પીધુ હતું. ત્યારબાદ સુશાંતે પોતાની બહેન સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તે પોતાના રૂમમાં ગયો અને અંદરથી બંધ કરી દીધુ હતું. જ્યારે જમવા વિશે પૂછ્યુ તો દરવાજો ન ખોલ્યો. 


પછી 2-3 કલાક બાદ મેનેજરે સુશાંતની બહેનને ફોન કર્યો હતો. બહેન આવી અને ત્યારે ચાવી વાળાને બોલાવીને દરવાજો ખોલાવવામાં આવ્યો અને પછી સામે જે નજારો હતો તેને જોઈને બધા ચોકી ગયા હતા. સુશાંતની બોડી જોઈને કોઈને વિશ્વાસ ન થયો કે તે હવે રહ્યો નથી. રિપોર્ટસ પ્રમાણે સુશાંતનું નિધન સવારે 10થી 1 વચ્ચે થયું છે. 


સુશાંતની આત્મહત્યા પર ઉઠ્યા 7 સવાલ, આખરે તેને શું કમી હતી?  


સવારથી બપોર સુધીનો રિપોર્ટ
સવારે 6.30 કલાકે ઉઠ્યો.
સવારે 9.30 કલાકે સુશાંતે દાડમનું જ્યૂપ લીધુ અને પોતાના રૂમમાં ખુદને બંધ કરી દીધો. 
10.30 કલાકે કુક સુશાંતને તે પૂછવા ગયો કે શું ખાધુ છે તો સુશાંતે દરવાજો ખોલ્યો નથી. 
કુક બીજીવાર બપોરે 12 કલાકની આસપાસ લંચ માટે પૂછવા તેના રૂમ સુધી ગયો, પરંતુ આ વખતે પણ દરવાજો ન ખોલ્યો.
ઘણા સમય સુધી દરવાજો ખખડાવ્યા અને સુશાંતને ફોન કર્યા બાદ પણ જવાબ ન મળ્યો. 
ત્યારબાદ કુક સહિત બે અન્ય વ્યક્તિઓ જેમાં એક સર્વેન્ટ છે તે ડરી ગયો. આશરે 12.30 કલાકે સુશાંતની બહેનને ફોન કરવામાં આવ્યો. 
સુશાંતની બહેન ગોરેગાંવમાં રહે છે આ જાણકારી બાદ તે આશરે 40 મિનિટમાં બાંદ્રા પહોંચી હતી. તેણે પણ સુશાંતને અવાજ કર્યો ફોન કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો.
આશરે 1.15 કલાકે ચાવી વાળાને ફોન કર્યો, લોક ન ખુલ્યો તો ચાવી વાળાએ લોક તોડી નાખ્યો. 
બપોરે 3.30 કલાકે તેને બીએમસીની કૂપર હોસ્પિટલ લાવવામાં આવ્યા અને 4 કલાકે મૃત જાહેર કરવામાં આવ્યો. સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ સુધી સામે આવ્યો નથી. મહત્વનું છે કે પાંચ દિવસ પહેલા સુશાંતની પૂર્વ મેનેજર દિશાનું પણ બિલ્ડિંગમાંથી પડવાને કારણે મોત થયું હતું. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube