કાલે મુંબઈમાં થઈ શકે છે અંતિમ સંસ્કાર, સુશાંતના ડોક્ટરની પણ પૂછપરછ કરશે ક્રાઇમ બ્રાન્ચ


Actor Sushant Singh Rajput એ મુંબઈમાં આત્મહત્યા કરી લીધી છે. તેણે આ પગલું કેમ ભર્યું તેના વિશે માહિતી મળી નથી. તેના પિતા પટનાથી મુંબઈ આવતીકાલે પહોંચશે. 
 

 કાલે મુંબઈમાં થઈ શકે છે અંતિમ સંસ્કાર, સુશાંતના ડોક્ટરની પણ પૂછપરછ કરશે ક્રાઇમ બ્રાન્ચ

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) હવે આ દુનિયામા રહ્યા નથી. તેણે મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. તેમના નોકરે તેની જાણકારી પોલીસને આપી હતી. સુશાંતે આત્મહત્યા કેમ કરી છે, તેને લઈને હજુ સુધી જાણકારી સામે આવી નથી. પરંતુ પોલીસને સુશાંતના મિત્રોએ જણાવ્યું કે, તે છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને દવાઓ સમયસર લેતો નહતો. પોલીસને સુશાંતના ઘરેથી ડિપ્રેશનના સારવારની ફાઇલ મળી છે. પોલીસ પોસ્ટમોર્ટમ માટે સુશાંતના મૃતદેહને લઈ ગઈ છે. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તેના ઘરે પહોંચી છે. 

પોલીસ તે પણ તપાસ કરી રહી છે કે શું સુશાંત સિંહ રાજપૂત આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. તેના બેન્કની જાણકારી પણ મગાવવામાં આવી છે. આજે રવિવાર હોવાને કારણે બેન્ક બંધ છે, કાલે સોમવારે બેન્ક ડીટેલ પોલીસને મળી જશે. સુશાંત સિંહના અંતિમ સંસ્કાર કાલે મુંબઈમાં થશે. તેના પિતા પટનાથી મુંબઈ પણ કાલે પહોંચશે. જાણકારી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુશાંતના તે ડોક્ટર સાથે પણ વાત કરશે, જેની પાસે તેની સારવાર ચાલી રહી હતી.

સુશાંતની આત્મહત્યા પર ઉઠ્યા 7 સવાલ, આખરે તેને શું કમી હતી?  

મિત્રોએ કર્યો હતો દરવાજો તોડવાનો પ્રયાસ
જાણકારી પ્રમાણે સુશાંતના ઘરમાં બે કુલ અને બે મિત્રો તેની સાથે રહેતા હતા. તેના એક મિત્રએ જણાવ્યુ કે, સુશાંત ડિપ્રેશનને કારણે દવાઓ લઈ રહયો હતો. તે લૉકડાઉનમાં એક જર્નલ પણ લખી રહ્યો હતો. સુશાંત સવારે 10 કલાકે રૂમમાંથી બહાર નિકળ્યો હતો. પછી જ્યૂસનો ગ્લાસ લઈને અંદર ગયો હતો. તેના મિત્રએ જણાવ્યું કે, તે સવારે ઠીક લાગી રહ્યો હતો. પછી તે રૂમમાં અંદર ગયો તો બહાર ન નિકળ્યો. જ્યારે સુશાંતનો દરવાજો ન ખુલ્યો તો મિત્રોએ તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. સુશાંતના મેનેજરે ચાવી વાળાને બોલ્યા ત્યારબાદ દરવાજો ખોલવામાં આવ્યો હતો. અંદર સુશાંત ફાંસીથી લટકેલો હતો. ત્યારબાદ તેના નોકરે પોલીસને ફોન કર્યો હતો. મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે પાંચ દિવસ પહેલા સુશાંતની મેનેજરનું પણ બિલ્ડિંગ પરથી પડી જવાથી મોત થયું હતું. 

સુશાંતના મામાએ કરી ન્યાયિક તપાસની માગ
આ વચ્ચે સુશાંતનો પરિવારની સ્થિતિ ખરાબ છે. સમાચાર સાંભળ્યા બાદ તેમના વૃદ્ધ પિતા તબીયત ખરાબ થઈ ગઈ છે. સુશાંતના મામાએ ન્યાયિક તપાસની માગ કરી છે. પરિવારના લોકો પ્રમાણે, સુશાંત એક બંગાળી યુવતીથી પરેશાન હતો. પિતા થોડા દિવસમાં મળવાના હતા. આ વચ્ચે ખરાબ સમાચાર આવી ગયા.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news