નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ (CBI) આજે રિયા ચક્રવર્તીના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીની પૂછપરછ કરશે. પરિવારના બાકીના સભ્યોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં નથી. સોમવારે સીબીઆઈએ મુંબઈના ડીઆરડીઓ (DRDO) ગેસ્ટ હાઉસમાં રિયા ચક્રવર્તીના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી સહિત 8 લોકોની પૂછપરછ કરી. સીબીઆઈએ ઈન્દ્રજીત અને સંધ્યા ચક્રવર્તી પાસેથી સુશાંત અને રિયાના સંબંધ વિશે જાણકારી લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોતના 6 દિવસ પહેલા સુશાંતે 'આ' ગંભીર મુદ્દે બહેન સાથે કરી હતી વાત, જુઓ વોટ્સએપ ચેટ


હવે આત્મહત્યા એંગલથી કરશે તપાસ
અત્રે જણાવવાનું કે સુશાંત કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ હવે આત્મહત્યા માટે ઉક્સાવવાના એંગલથી તપાસ હાથ ધરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ સીબીઆઈને સુશાંતના મોતને લઈને કોઈ ષડયંત્ર જોવા મળતું નથી. પુરાવા અને તપાસના આધારે સીબીઆઈને હવે આ આત્મહત્યાનો કેસ જ લાગી રહ્યો છે. 


રિયાની નાણાકીય લેવડદેવડ અને ડ્રગ્સ કનેક્શન અંગે મોટો ભાંડો ફૂટ્યો, નવું જ નામ સામે આવ્યું


NCBની તપાસમાં પહેલી ધરપકડ થઈ
સુશાંત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલા નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ પહેલી ધરપકડ કરી. NCBએ મુંબઈમાં એક ડ્રગ સપ્લાયરની પહેલા પૂછપરછ કરી. ત્યારબાદ તેની ધરપકડ કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિ રિયાના ભાઈ શોવિકને ઓળખે છે. 


Sushant મામલે CBIને ના મળ્યા હત્યાના પુરાવા, આત્મહત્યા માટે ઉશ્કેરણી અંગે તપાસ શરૂ


9 કલાક થઈ ગૌરવ આર્યની પૂછપરછ
સુશાંત કેસમાં હોટલ કારોબારી ગૌરવ આર્યની પણ ગઈ કાલે ઈડીએ 9 કલાક પૂછપરછ કરી. ગૌરવ આર્યનું નામ વોટ્સએપ ચેટ પર ડ્રગ્સને લઈને સામે આવ્યું હતું. ગૌરવ આર્યએ કહ્યું કે તે સુશાંત સિંહને ક્યારેય મળ્યો નથી. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube