મોતના 6 દિવસ પહેલા સુશાંતે 'આ' ગંભીર મુદ્દે બહેન સાથે કરી હતી વાત, જુઓ વોટ્સએપ ચેટ
સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં જ્યાં એકબાજુ લોકો તેની બહેનો અને પરિવારના સભ્યો પર જાતજાતના આરોપ લગાવી રહ્યાં છે ત્યાં સુશાંત અને તેની બહેન પ્રિયંકાની વોટ્સએપ ચેટ કઈક બીજી જ કહાની કહે છે. હવે સુશાંત અને તેની બહેન પ્રિયંકાની એક વોટ્સએપ ચેટ સામે આવી છે. જેમાં તેની બહેન પ્રિયંકા મેડિસિનને લઈને સુશાંતની મદદ કરતી જોવા મળી રહી છે. આ ચેટથી સ્પષ્ટ થાય છે કે સુશાંત તેના પરિવારથી જરાય દૂર નહતાં. તે પોતાની દરેક પરેશાની પરિવાર સાથે ડિસ્કસ કરતા હતાં. આ ચેટ સુશાંતના મોતના માત્ર 6 દિવસ પહેલાની છે.
Trending Photos
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં જ્યાં એકબાજુ લોકો તેની બહેનો અને પરિવારના સભ્યો પર જાતજાતના આરોપ લગાવી રહ્યાં છે ત્યાં સુશાંત અને તેની બહેન પ્રિયંકાની વોટ્સએપ ચેટ કઈક બીજી જ કહાની કહે છે. હવે સુશાંત અને તેની બહેન પ્રિયંકાની એક વોટ્સએપ ચેટ સામે આવી છે. જેમાં તેની બહેન પ્રિયંકા મેડિસિનને લઈને સુશાંતની મદદ કરતી જોવા મળી રહી છે. આ ચેટથી સ્પષ્ટ થાય છે કે સુશાંત તેના પરિવારથી જરાય દૂર નહતાં. તે પોતાની દરેક પરેશાની પરિવાર સાથે ડિસ્કસ કરતા હતાં. આ ચેટ સુશાંતના મોતના માત્ર 6 દિવસ પહેલાની એટલે કે 8 જૂનની છે.
પ્રિયંકા: પહેલા એક અઠવાડિયા સુધી Librium લો પછી નાશ્તા બાદ રોજ એકવાર nexito 10 mg લો. Lonazep સાથે રાખો જ્યારે પણ એન્ઝાઈટી એટેક આવે ત્યારે લઈ લેજે.
સુશાંત: ઓકે સોનું દી.
સુશાંત: કોઈ પણ આ દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર નહીં આપે.
પ્રિયંકા: મને જોવા દે જો હું કઈ મેનેજ કરી શકું તો (ત્યારબાદ પ્રિયંકાએ તેના ભાઈ સુશાંતને એક મિસ્ડ વોઈસ કોલ કર્યો)
પ્રિયંકા: બાબુ મને ફોન કરો. મારે પ્રિસ્ક્રિપ્શન મોકલવાની છે.
પ્રિયંકા: મારી દોસ્ત એક જાણીતી ડોક્ટર છે જે તને મુંબઈના બેસ્ટ ડોક્ટર્સ સાથે કનેક્ટ કરી શકે છે. બધું કોન્ફિડેન્શિયલ છે. આથી પરેશાન ન થઈશ.
પ્રિયંકા: બસ કોલ કરો.
પ્રિયંકા: એક અટેચમેન્ટ મોકલ્યું છે (પ્રિસ્ક્રિપ્શન)
પ્રિયંકા: બાબુ આ પ્રિસ્ક્રિપ્શન છે.
પ્રિયંકા: આ દિલ્હીથી છે પરંતુ તે મેટર કરવું જોઈએ નહીં. જો કઈ થયું તો તેને ઓનલાઈન કન્સ્લટેશન બતાવી શકીએ છીએ.
સુશાંત: ઓકે. થેંક્યું સો મચ સોના દી.
કઈ બીમારીઓમાં આ 3 દવાઓ વપરાય છે?
1. Librium કેપ્સ્યુલ એન્ઝાઈટી અને તેજીથી દારૂ છોડાવવાની ટ્રીટમેન્ટ માટે ઉપયોગમાં લેવાય છે. તેને સર્જરી પહેલા ડર ભગાવવા અને એન્ઝાઈટી માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ મેડિકેશન ડ્રગ્સની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે જેને benzodiazepines કહેવાય છે. જે મગજ અને નર્વ્સ પર અસર કરે છે જેથી કરીને શાંત પ્રભાવ પેદા થઈ શકે.
2. Nexito 10 MG Tablet નો પ્રયોગ ડિપ્રેશન અને એન્ઝાઈટી ડિસઓર્ડરને સામાન્ય કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
3. Lonazep Tablet એક પ્રિસ્ક્રિપ્શન મેડિશન છે. જે આંચકી, ગભરાહટ અને એન્ઝાઈટીની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ દવાઓ નર્વ્ઝ,ની અસામાન્ય અને એક્સેસિવ એક્ટિવિટીને ઓછી કરવા માટે તથા મગજને શાંત કરવામાં મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે