મુંબઈઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પરિવારના સૂત્રો પ્રમાણે સીબીઆઈ (CBI) અને બિહાર પોલીસની સામે તેમણે સુશાંત સિંહના ઑટોપ્સી રિપોર્ટને લઈને શંકા વ્યક્ત કરી છે. પરિવારના સૂત્રો પ્રમાણે સુશાંત સિંહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે તેનું મોત Asphyxia શ્વાસ રૂંધાવાને કારણે થયું છે. આ મામલામાં head skullને સંપૂર્ણ રીતે ખોલવાની જરૂર હતી, જેનાથી Scalpના ઇન્ટરનલ એક્ઝામિનેશન બાદ  Sub Scalp Layersનું એક્ઝામિનેશન કરવાની જરૂર હતી, જેથી તેની ઈજા વિશે બધી માહિતી મળી શકત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કલ બોન્સ (Skull Bones)ના એક્ઝામિનેશનથી કોઈપણ પ્રકારના ફ્રેક્ચરની માહિતી મળે છે. આ સંપૂર્ણ એક્ઝામિનેશન બાદ સ્ટાન્ડર્ડ પ્રોસિઝર Standard Procedure) હેઠળ scalpની સ્ટિચિંગ કરવામાં આવે છે, જ્યારે સુશાંત સિંહની આ તસવીરને જોઈને લાગી રહ્યું નથી કે તેની ઑટોપ્સી કરવામાં આવી છે. 


સંજય દત્તને ફેફસાનું કેન્સર, યુવરાજ સિંહે કહ્યુ- તમે જીતી જશો  


પરિવારના સૂત્રોનો આરોપ છે કે તેની સાથે 8 જૂને જ્યારે દિશા સાલિયાને સ્યુસાઇડ કર્યું, તો 9 જૂન પહેલા દિશાના કોવિડ-19નો સ્વાબ ટેસ્ટ (Swab Test) કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ 11 જૂને આવ્યો અને ત્યારે દિશાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. 9થી 11 જૂન સુધી દિશાની બોડીને મોર્ચરીમાં રાખવામાં આવી હતી, પરંતુ 14 જૂને સુશાંત સિંહના આપઘાતના દિવસે રાત્રે 11 કલાકે પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે સુશાંત સિંહનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ બાદમાં આપ્યો હતો. જ્યારે એક શહેર છે, એક બીએમસી છે, તો બે અલગ-અલગ મામલામાં જુદા-જુદા નિયમ કેમ હોઈ શકે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube