મુંબઇ: સુશાંત સુસાઇડ કેસ (Sushant Suicide Case)માં સીબીઆઇ આજથી તપાસમાં લાગશે. સૌથી પહેલા સીબીઆઇની ટીમ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના બ્રાંદ્રાના ઘરે જઇ શકે છે, જ્યાં સીન રિક્રિએશનનો કામ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક પાસા પર કામ કરવાનો પ્રયાસ
સીબીઆઇની સાથે એફએસએલ (Forensic Science Laboratory)ના પાંચ લોકોની ટીમ છે. સીન રિક્રિએશન જરૂરી છે કેમ કે, સુશાંતના આપઘાતને લઇને તમામ વાતો કરવામાં આવી રહી છે, જેમ કે, બેડ અને પંખાની વચ્ચેનું અંતર, કુર્તાથી આપઘાત... આ તમામ પાસાઓ પર સીબીઆઇ કામ કરવાનો પ્રયત્ન કરશે.


આ પણ વાંચો:- સુશાંત કેસ: રિયાના અનેક જૂઠ્ઠાણાનો થયો પર્દાફાશ! મહેશ ભટ્ટ સાથેની વોટ્સએપ ચેટ વાયરલ


પુરાવાની તપાસ
આ સાથે જ સીબીઆઇ આજથી તમામ પુરાવા પોતાની પાસે લઇને તેની તપાસ શરૂ કરી શકે છે.


5 ડોક્ટરોની પૂછપરછ
સીબીઆઇની ટીમ મુંબઇના કૂપર હોસ્પિટલ પણ જઇ શકે છે અને 5 ડોક્ટરોની પણ પૂછપરછ કરી શકે છે, જેમણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.


આ પણ વાંચો:- સીબીઆઈની SIT, ગુજરાત કેડરના બે અધિકારી સહિત આ 4 ઓફિસર અપાવશે સુશાંતને 'ન્યાય'


સુશાંતના બેંક ખાતાની તપાસ
સીબીઆઇ સુશાંતના તમામ બેંક ખાતાની તપાસ કરી શકે છે અને તેના અધિકારીઓની પણ પૂછપરછ કરી શકે છે.


ઝડપથી તપાસ કરવાનું દબાણ
સુશાંત સિંહ મામલે સીબીઆઇ પર ઝડપથી તપાસ કરવાનું દબાણ હશે, કેમ કે, ગઇકાલ (ગુરૂવાર) જે પ્રકારે એનસીપી અધ્યક્ષ શરદ પવારે સીબીઆઇને લઇને કટાક્ષ કર્યો, તેનાથી આ મામલો સીબીઆઇની પ્રતિષ્ઠાનો સવાલ પણ બની શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર