સીબીઆઈની SIT, ગુજરાત કેડરના બે અધિકારી સહિત આ 4 ઓફિસર અપાવશે સુશાંતને 'ન્યાય'

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈએ જે એસઆઈટી બનાવી છે, તેનું નેતૃત્વ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસપાત્ર અધિકારી મનોજ શશિધર કરી રહ્યાં છે. 

સીબીઆઈની SIT, ગુજરાત કેડરના બે અધિકારી સહિત આ 4 ઓફિસર અપાવશે સુશાંતને 'ન્યાય'

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલાની તપાસ કરશે. તે માટે સીબીઆઈએ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી છે. આ ટીમને સીબીઆઈના જોઇન્ટ ડાયરેક્ટર મનોજ શશિધર લીડ કરી રહ્યાં છે. મનોજ સિવાય આ ટીમમાં ગગનદીપ ગંભીર, એસપી નૂપુર પ્રસાદ અને એડિશનલ એસપી અનિલ યાદવ પણ સામેલ છે. અમે તમને જણાવીએ આ અધિકારીઓ વિશે ખાસ વાતો...

મનોજ શશિધર
મનોજ શશિધર ગુજરાત કેડરના 1994 બેન્ચના આઈપીએસ અધિકારી છે. આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ મોદીની આગેવાની વાળી કેબિનેટે શશિધરને સીબીઆઈના જોઇન્ટ ડાયરેક્ટર પદ પર નિમણૂકને મંજૂરી આપી હતી. શશિધરની પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસપાત્ર અધિકારીઓમાં ગણના થાય છે. આ પહેલા શશિધર ગુજરાત સ્ટેટ આઈબીમાં એડિશનલ ડીજી પદ પર તૈનાત હતા. તેની પહેલા શશિધર વડોદરા પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અને અમદાવાદના જોઈન્ટ કમિશનર પદ પર તૈનાત રહી ચુક્યા છે. 

ગગનદીપ ગંભીર
2004ની બેન્ચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ગગનદીપ ગંભીગ મૂળ રૂપથી બિહારના મુઝફ્ફરનગરના રહેવાસી છે. ગગનદીપે 10મા સુધીનો અભ્યાસ મુઝફ્ફરનગરમાં અને આગળનો અભ્યાસ પંજાબ યુનિવર્સિટીમાંથી કર્યો હતો. ગગનદીપ પંજાબ યુનિવર્સિટીમાં પણ ટોપર રહ્યાં છે. ગગનદીપ દોઢ વર્ષ પહેલા સીબીઆઈમાં આવ્યા અને અગસ્ટા વેસ્ટલેન્ડ, બિહારનું સૃજન કૌભાંડ સહિત ઘણા હાઈ પ્રોફાઇલ કેસોમાં તપાસ કરી ચુક્યા છે. આ પહેલા તેઓ રાજકોટ સહિત ગુજરાતના ઘણા જિલ્લામાં એસએસપી પણ રહી ચુક્યા છે. 

સુશાંતના ભાઈનું મોટું નિવેદન- 'સાક્ષીઓની થઈ શકે છે હત્યા', દોસ્ત પર લગાવ્યા ગંભીર આરોપ  

નૂપુર પ્રસાદ
નૂપુર પ્રસાદ એજીએમયૂટી કેડરના 2007ની બેન્કના આઈપીએસ અધિકારી છે. નૂપુર બિહાર સ્થિત ટિકારીના સમેલપુર ગામના રહેવાસી છે. તેઓ દિલ્હીના શાહદરાના ડીસીપી પણ રહી ચુક્યા છે. પાછલા વર્ષે નૂપુરને સીબીઆઈમાં એસપી તરીકે નિમણૂક મળી હતી. 

અનિલ યાદવ
અનિલ યાદવ સીબીઆઈમાં એડિશનલ એસપી છે. કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, મધ્ય પ્રદેશનું વ્યાપમ કૌભાંડ, એમબીબીએસ વિદ્યાર્થીની નમ્રતા ડામોરનો મોત કેસ, અગસ્ટા વેસ્ટલેન્ડ, શોપિંયા રેપ કેસ અને વિજય માલ્યા કેસની તપાસ કરી ચુક્યા છે. અનિલ યાદવ મૂળ રૂપથી મધ્યપ્રદેશથી છે. સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ માટે બનેલી એસઆઈટીમાં અનિલ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે કામ કરી રહ્યાં છે. અનિલનું 2015મા ગણતંત્ર દિવસ પર પોલીસ મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. 

સુપ્રીમ કોર્ટે આપ્યો છે સીબીઆઈ તપાસનો આદેશ
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. સુપ્રીમે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને સહયોગ કરે સાથે તમામ તપાસ સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં પણ મદદ કરે. કોર્ટે સીબીઆઈને કહ્યું હતું કે, તેઓ ભવિષ્યમાં સુશાંત કેસ સાથે સંબંધિત મામલાને પોતાના હાથમાં લે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, તે નક્કી કરવામાં આવે કે સુશાંત સિંહ રાજપૂતના મોતની પાછળ રહસ્યોની તપાસ કરવા માટે સીબીઆઈ સક્ષમ તપાસ એજન્સી છે અને કોઈપણ રાજ્ય પોલીસ તેની તપાસમાં દખલ ન આપે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news