નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શો અને તેના પાત્રો હંમેશા ચર્ચામાં રહે છે. પછી ભલે તેની પાછળ શોમાં થયેલી કોઇ રસપ્રદ ઘટના હોય કે અથવા આ કેરેક્ટર્સની અંગત જીંદગી સાથે જોડાયેલા કોઇ સમાચાર હોય. ફરી એકવાર શોના 2 કલાકાર પોતાની અંગત જીંદગીને લઇને ચર્ચામાં છે. આ કલાકાર છે, સોનૂનું પાત્ર ભજવનાર પલક સિધવાની (Palak Sidhwani) અને ગોગીનો રોલ ભજવી રહેલા સમય શાહ (Samay Shah). શોમાં તો આ કેરેક્ટર્સ પરસ્પર સારા મિત્ર છે પરંતુ હવે તેમની અંગત જીંદગીને લઇને પણ કેટલીક એવી જ અફવાઓ ઉડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પલકના ફોટો પર શાહએ કરી આવી કોમેન્ટ
તેમાં કોઇ બે મત નથી કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ની કલાકાર પલક સિધવાની ખૂબ સુંદર છે અને મોટાભાગે ઇંસ્ટાગ્રામ પર પોતાની શાનદાર તસવીરો પોસ્ટ કરતી રહે છે. તે પોતાના ફોલોવર્સને ફેમિલીની માફક ટ્રીટ કરે છે. તાજેતરમાં જ તેમણે બ્લેક એન્ડ વ્હાઇટ ચેકવાળા ટોપ અને ઓફ વ્હાઇટ પેન્ટમાં પોતાનો ફોટો શેર કર્યો. સાથે જ કેપ્શનમાં લખ્યું, 'હાય, ઇંસ્ટાગ્રામ ફેમિલી, કેવી ચાલી રહી છે?! પલકની આ પોસ્ટ પર સમય શાહે કોમેન્ટ સેક્શનમાં કિસવાળી ઇમોજી પોસ્ટ કરી. બસ પછી શું પલકે પણ દિલવાળી ઇમોજી સાથે તેમની કોમેન્ટનો રિપ્લાય આપ્યો.  

Bank Holiday February: ફેબ્રુઆરીમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, જુઓ રજાઓની યાદી


Taarak Mehta Ka Ooltah Chashmah) માં સોનૂનો રોલ ભજવી રહેલી નિધિ ભાનુશાળીએ ગત વર્ષે શો છોડી દીધો હતો. ત્યારબાદ તેમની જગ્યાએ પલક સિધવાનીને લેવામાં આવી પરંતુ શોના પ્રશંસકોએ તેમને ભારે મુશ્કેલીથી સ્વિકાર કર્યો. પલક સિધવાનીએ માયાપુરીને જણાવ્યું હતું કે તેમણે 'Hostages' વેબ સીરીઝમાં રોનિત રોય અને ટિસ્કા ચોપડા સાથે કામ કર્યું હતું અને તેમના નાના રોલને પણ સારી પ્રશંસા મળી હતી. આ સીરીઝ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી તો બીજી તરફ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ની કાસ્ટિંગ નિર્દેશક પણ હતી. જોકે નિધિ ભાનુશાળીના ગયા પછી પલકને આ રોલ ઓફર થયો અને તેમણે તાત્કાલિક હા પાડી દીધી. 


બજેટ પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube