Bank Holiday February: ફેબ્રુઆરીમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, જુઓ રજાઓની યાદી
આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંક કેટલા દિવસ બંધ રહેવાની છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્રારા વાર્ષિક રજાઓની યાદી અનુસાર આ વર્ષે બેંક લગભગ 40થી વધુ દિવસ બંધ રહેશે.
Trending Photos
નવી દિલ્હી: Bank Holiday February 2021: જાન્યુઆરી મહિનો પુરો થવા આવ્યો છે, જો તમે બેંક સાથે જોડાયેલા કોઇ કામ આગામી મહિને એટલે કે ફેબ્રુઆરી માટે ટાળી રહ્યા છો, તો એકવાર કેલેન્ડર પર જરૂર નાખી દો. કારણ કે બની શકે કે જે દિવસે તમે બેંક જવાનું વિચારી રહ્યા હોય, તે દિવસે બેંક પર તાળુ મળી જાય. એટલા માટે સારું રહેશે કે એડવાન્સમાં આ જાણી લેવી જરૂરી છે કે ફેબ્રુઆરીમાં કયા દિવસે બેંક બંધ રહેશે, જેથી તમે તમારી બેંક સાથે જોડાયેલા કામ પહેલાં કરી લો અથવા પછી તારીખ ફિક્સ કરી લો.
2021 માં 40 દિવસ બેંક બંધ રહેશે
બેંકિંગની દ્રષ્ટિએ ફેબ્રુઆરી બાદથી જ હલચલ શરૂ થઇ જાય છે. કારણ કે માર્ચમાં નાણાકીય વર્ષ પુરૂ થાય છે. 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ (Budget) રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંક (Bank) કેટલા દિવસ બંધ રહેવાની છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્રારા વાર્ષિક રજાઓની યાદી અનુસાર આ વર્ષે બેંક લગભગ 40થી વધુ દિવસ બંધ રહેશે. તેમાં શનિવાર અને રવિવારની રજા પણ સામેલ છે. બેંક (Bank) રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બંધ રહે છે.
ફેબ્રુઆરીમાં 8 દિવસ બંધ રહેશે બેંક
ફેબ્રુઆરીમાં બેંકો (Bank) ની વધુ રજા નથી. અલગ-અલગ રાજ્યોમાં તેમના તહેવારોના આધારે બેંકોની રજાઓ છે. ફેબ્રુઆરીમાં 12 જાન્યુઆરીના રોજ સોનમ લોસારના આવસર પર સિક્કિમની બેંકોમાં રજા છે. 13 ફેબ્રુઆરીએ બીજો શનિવાર છે, એટલા માટે બેંક બંધ રહેશે. 15 ફેબ્રુઆરીના રોજ લુઇ નગાઇના અવસર પર મણિપુરની બેંક (Bank) બંધ રહેશે .
16 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના અવસર પર હરિયાણા, ઓડિશા, પંજાબ, ત્રિપુરા અને પશ્વિમ બંગાળમાં બેંક બંધ રહેશે. આ ઉપરાંત 19 ફેબ્રુઆરીના રોજ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના અવસર પર મહારાષ્ટ્રની બેંક બંધ રહેશે. 20 ફેબ્રુઆરીના રોજ મિઝોરમ બેંક બંધ રહેશે. 26 ફેબ્રુઆરીના રોજ હજરલ અલી જયંતિના અવસર પર ઉત્તર પ્રદેશની બેંકોમાં રજા રહેશે. 27 ફેબ્રુઆરીના રોજ ગુરૂ રવિદાસ જયંતિના અવસર ચંદીગધ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબની બેંક બંધ રહેશે.
12 ફેબ્રુઆરી 2021: શુક્રવાર-સોનમ લોસાર- સિક્કિમ
13 ફેબ્રુઆરી 2021: બીજો શનિવાર
15 ફેબ્રુઆરી 2021: સોમવાર- લુઇ નગાઇ ની- મણિપુર
16 ફેબ્રુઆરી 2021: મંગળવાર- વસંત પંચમી- હરિયાણા, ઓડિશા, પંજાબ, ત્રિપુરા અને પશ્વિમ બંગાળ
19 ફેબ્રુઆરી 2021: શુક્રવાર - છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ - મહારાષ્ટ્ર
20 ફેબ્રુઆરી 2021: શનિવાર- અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમ સ્ટેટ ડે- અરૂણાચલ અને મિઝોરમ
26 ફેબ્રુઆરી 2021: શુક્રવાર - હઝરત અલી જયંતિ- ઉત્તર પ્રદેશ
27 ફેબ્રુઆરી 2021: ચોથો શનિવાર- ગુરૂ રવિદાસ જયંતિ- ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબ
ઇન્ટરનેટ બેકિંગ વડે પતાવી શકો છો કામ
બેંકની શાખાઓ ભલે બંધ રહે પરંતુ તમે ઇન્ટરનેટ બેકિંગ દ્રારા પોતાના ઘણા કામ પતાવી શકો છો. આરબીઆઇનું કહેવું છે કે રાજ્યોમાં બેંકની રજાઓ અલગ-અલગ હોઇ શકે છે. એટલા માટે તમામ ગ્રાહક બેકિંગ સાથે સંકળાયેલા પોતાના કામ તેને ધ્યાનમાં રાખીને કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે