Taarak Mehta Ka Ooltah Chashmah: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારક મહેતા શોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી તમે જે ટપ્પુને જોતા હતા તેનું સ્થાન હવે બીજો કલાકાર લેવા જઈ રહ્યો છે. કલાકારનું નામ સાંભળીને જ તમે ચોંકી જશો. તારક મહેતાના શો વાળા હવે તમારા મનોરંજન માટે નવો ટપ્પુડો પકડી લાવ્યાં છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં દરેક પાત્રો ખુબ જ લોકપ્રિય બનેલાં છે. એમાંય આ સીરિયલમાં જેઠાલાલ અને દાયાભાભીના પુત્રનું પાત્ર છે ટપ્પુડાનું. નાના પડદા પરનો સૌથી લોકપ્રિય શો ગણાતી આ સીરિયલમાં ટપ્પુડાનું પાત્ર પણ ખુબ મહત્ત્વનું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...
​તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો


ઉલ્લેખનીય છેકે,  છેલ્લા 14થી વર્ષથી તારક મહેતા સીરિયલ લોકોના દિલો પર રાજ કરે છે. દર્શકોને શો તેમજ તેના પાત્રો ગમે છે. થોડા સમય પહેલા શોમાં ટપ્પુની ભૂમિકા ભજવતા રાજ અનડકટે શો છોડી દીધો હતો. હવે આ શોમાં નવા ટપ્પુની એન્ટ્રી થવા જઇ રહી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લા ઘણા વર્ષોથી રાજ અનડકટ ટપ્પુની ભૂમિકા ભજવી રહ્યો હતો. તેની સારી એવી ફેન ફોલોઇંગ બની ગઇ હતી. તેને થોડા સમય પહેલા જ શો છોડવાનું મન બનાવી લીધું હતું. તે 2017થી આ શો સાથે જોડાયેલો હતો અને છેલ્લા 5 વર્ષથી શોમાં જોવા મળતો હતો. રાજે ગયા વર્ષે ડિસેમ્બરમાં શો છોડવાનું એલાન કર્યું હતું. હવે, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ પ્રમાણે, શોના મેકર્સને નવો ટપ્પુ મળી ગયો છે.


આ પણ ખાસ વાંચોઃ વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ... ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!


મળતી માહિતી અનુસાર, શોમાં નવા ટપ્પુ તરીકે એક્ટર નિતીશ ભાલુની જોવા મળશે. તે એક સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે. તે પોતાની ઇન્સ્ટાગ્રામની રિલ્સ દ્વારા પોતાના ફોલોઅર્સને ઇમ્પ્રેસ કરતો રહે છે. નિતીશ ભાલુની ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરશે. જો કે, હજુ સુધી શોના પ્રોડ્યુસર અસિત મોદીએ આ વાત કન્ફર્મ કરી નથી. નિતીશ ભાલુનીએ પણ આ વાતની પર પોતાની પ્રતિક્રિયા આપી નથી.


આ પણ ખાસ વાંચોઃ દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ