ATM માંથી હવે રૂપિયા કાઢવા મોંઘા પડશે, દરેક ટ્રાન્ઝેક્શન પર લાગશે આટલો ચાર્જ

ATM transaction charge hike : એટીએમ કન્ફેડરેશન ઑફ ઈન્ડસ્ટ્રીઝ (CATMI) દ્વારા એટીએમ ટ્રાન્ઝેક્શન માટે મહત્તમ 23 રૂપિયા પ્રતિ કરવાની માંગ કરાઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર...

ATM માંથી હવે રૂપિયા કાઢવા મોંઘા પડશે, દરેક ટ્રાન્ઝેક્શન પર લાગશે આટલો ચાર્જ

ATM Withdrawal Charges: આજકાલ દરેક વ્યક્તિનું બેંકમાં એકાઉન્ટ હોય છે. બેંક એકાઉન્ટની સાથે એટીએમ પણ હોય છે. ત્યારે જો તમે ATM નો ઉપયોગ કરો છો, તો હવે તેનો ચાર્જ વધારે ચૂકવવા તૈયાર રહો. કારણ કે હવે ATM નો ઉપયોગ કરીને રૂપિયા ઉપાડવા મોંઘુ પડે શકે છે. હકીકતમાં ATM ઓપરેટર્સે ભારતીય રિઝર્વ બેંક (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સામે માંગ કરી છે કે, ATM થી કેશ કાઢવા માટેના રૂપિયા વધારવામાં આવે. 

ઈન્ટરચેન્જ ફી 23 રૂપિયા કરવાની માંગ
એક રિપોર્ટ અનુસાર, એટીએમ ઈન્ડસ્ટ્રીઝના સંગઠન, કૈટમી (CATMI) ઈચ્છે છે કે, ઈન્ટરચેન્જ ફી વધારીને 23 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે. તેમનું કહેવું છે કે, તેનાથી એટીએમના વ્યવસાયમાં વધારે ઈન્વેસ્ટ થઈ શકશે. 

ઉલ્લેખનીય છે કે, એટીએમ ઈન્ટરચેન્જ ફીનો મતલબ એ ચાર્જ સાથે છે, જે તમારા કાર્ડને જાહેર કરનાર બેંક તરફથી એ બેંકને આપવામાં આવે છે. જેનાથી એટીએમ મશીનનો ઉપયોગ કરીને તમે તમારા કાર્ડથી રૂપિયા નીકળી શકો છો. 

ATM Interchange Fee તમારો ખર્ચ વધશે
જો એટીએમ ઈન્ટરચેન્જ ફીમાં વધારો કરવામાં આવશે, તો તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તેના બાદ એટીએમથી નિર્ધારતી ફ્રી લિમિટ બાદ રૂપિયા કાઢવા પર તમને વધારાનો ચાર્જ આપવો પડશે. 

મીડિયા રિપોર્ટસની માનીએ તો એટીએમ ઓપરેટર્સને આશા છે કે, આરબીઆઈ તેમની માંગને સાંભળ્યા બાદ તેમનું સમર્થન કરશે. ગત સમયે એટીએમ ટ્રાન્ઝેક્શન પર ઈન્ટરચેન્જ ફી બે વર્ષ પહેલા વધારવામાં આવી હતી. જોકે, આરબીઆઈ તરફથી તેને લઈને હાલ કોઈ પ્રતિક્રીયા આપવામાં આવી નથી. 

જાણો કેટલીવાર ફ્રીમાં એટીએમમાંથી રૂપિયા કાઢી શકો છો 
પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના પ્રમુખ શહેરો જેમ કે દિલ્હી, મુંબઈ, કોલકાત્તા, ચેન્નઈમાં જો તમે એ જ બેંકના એટીએમમાંથી રૂપિયા કાઢો છો, જેનું કાર્ડ તમારી પાસે છે તો તમને બેંક તરફથી એક મહિનામાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવામા આવે છે. પરંતું જો તમે કોઈ બીજી બેંકના એટીએમમાંથી રૂપિયા કાઢો છો તો તમને માત્ર ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે. તેના બાદ અલગ અલગ બેંક એક ફિક્સ્ડ એમાઉન્ટ ચાર્જ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news