કોણે પાડ્યા અનંત-રાધિકાની પ્રી-વેડિંગના ફોટા? જાણો ફોટોગ્રાફરે કેટલાં લીધા રૂપિયા?

પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ચાર દિવસ સુધી ચાલ્યું- અનંત અને રાધિકાના લગ્ન પહેલા, એક ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન ચાર દિવસ સુધી ચાલ્યું હતું. ઈટાલીના પોર્ટોફિનોમાં એક લક્ઝુરિયસ ક્રૂઝ પર આ ઉજવણી કરવામાં આવી હતી. સવાલ એ છેકે, આટલી મોટી ઈવેન્ટના ફોટા કોણે પાડ્યા અને પૈસા કેટલાં લીધાં?

કોણે પાડ્યા અનંત-રાધિકાની પ્રી-વેડિંગના ફોટા? જાણો ફોટોગ્રાફરે કેટલાં લીધા રૂપિયા?

Annant Ambani Pre-Weading: ગુજરાતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આજે દેશ અને દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે. મુકેશ અંબાણીને હાલ ભારતના ધનકુબેર કહેવામાં આવે છે. ત્યારે શું તમે જાણો છોકે, તેમના લાડકવાયા નાના દિકરા અંનતના લગ્ન માટે કેવા પ્રકારની છે તૈયારીઓ? પ્રી વેડિંગ વખતે કોણે પાડ્યા હતા ફોટા? ફોટોગ્રાફરે કેટલાં રૂપિયા લીધી હતી ફી? આંકડો જાણીને ચોંકી જશો...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી એક ભવ્ય સમારોહમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન 12મી જુલાઈના રોજ થવાના છે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. લગ્ન પહેલાની બીજી પ્રી-વેડિંગ યુરોપમાં ભવ્ય ક્રૂઝમાં રાખવામાં આવી હતી હતો.સમગ્ર પાર્ટીને કચકડે કંડારનારા ફોટોગ્રાફર જોસેફ રાધિકે હતા. જે સેલિબ્રિટી વેડિંગ શૂટ માટે જાણીતા છે.

જોસેફ રાધિકે ફોટોગ્રાફીમાં કારકિર્દી બનાવતા પહેલા છ વર્ષ સુધી એન્જિનિયરિંગ અને બિઝનેસનો અભ્યાસ કર્યો હતો. જોસેફે ત્રણ વર્ષ કોર્પોરેટ જોબમાં પણ કામ કર્યું છે. ગામડાઓમાં ટૂથપેસ્ટ પણ વેચી હતી. આખરે તેણે પોતાના સપનાને સાકાર કરવા પ્રોફેશનલ વેડિંગ ફોટોગ્રાફર બનવાનું નક્કી કર્યું. 2010માં તેણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો.

જોસેફે બોલિવૂડ અને ક્રિકેટ જગતની અનેક હસ્તીઓના લગ્નના ફોટોગ્રાફ્સ લીધા છે. જેમાં કેટરીના કૈફ અને વિકી કૌશલ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સહિત ઘણા સ્ટાર્સના લગ્નને પોતાના કેમેરામાં કેદ કર્યા છે.

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના રોજ છે. તે શૈલા મર્ચન્ટ અને વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં તેમની બીજી પ્રી-વેડિંગ પાર્ટી યુરોપમાં લક્ઝુરિયસ ક્રૂઝ પર યોજાય હતી. ફોટોગ્રાફર  Joseph Radhik એ બધાને આ શાનદાર પાર્ટીની ઝલક આપી.  Joseph Radhik  આ શાનદાર ઘટનાની તસવીરો શેર કરી છે. પાર્ટીની ભવ્યતા અને વૈભવ અહીં દેખાઈ રહ્યો છે.

પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ચાર દિવસ સુધી ચાલ્યું- અનંત અને રાધિકાના લગ્ન પહેલા, એક ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન ચાર દિવસ સુધી ચાલ્યું હતું. ઈટાલીના પોર્ટોફિનોમાં એક લક્ઝુરિયસ ક્રૂઝ પર આ ઉજવણી કરવામાં આવી હતી.

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના રોજ છે. તે શૈલા મર્ચન્ટ અને વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં તેમની બીજી પ્રી-વેડિંગ પાર્ટી યુરોપમાં લક્ઝુરિયસ ક્રૂઝ પર યોજાય હતી. ફોટોગ્રાફર Joseph Radhik એ બધાને આ શાનદાર પાર્ટીની ઝલક આપી. Joseph Radhik આ શાનદાર ઘટનાની તસવીરો શેર કરી છે. પાર્ટીની ભવ્યતા અને વૈભવ અહીં દેખાઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર, સિનેમેટોગ્રાફર જોસેફ રાધિક તેમની સેવાઓ માટે દરરોજ 1.25 લાખથી 1.50 લાખ રૂપિયા જેટલી તગડી ફી વસૂલે છે. આ સિવાય તેમના રહેવા અને મુસાફરીનો ખર્ચ પણ ગ્રાહક ઉઠાવે છે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પ્રિ-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો જોસેફ રાધિકે લીધી હતી. તસવીરોમાં પાર્ટીનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news