નિત્યાનંદ શર્મા, નવી દિલ્હી : તનુશ્રી દત્તા દ્વારા એક્ટર નાના પાટેકર પર લગાવવામાં આવેલા શોષણના આરોપ પછી તેને સતત ધમકી મળી રહી છે. આ પરિસ્થિતિમાં મુંબઈ પોલીસે હવે તનુશ્રીની સુરક્ષા વધારી દીધી છે. હવે મુંબઈ પોલીસ 24 કલાક તનુશ્રીને સુવિધા આપશે. થોડા દિવસ પહેલાં તનુશ્રીએ નાના પાટેકરની ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના એક ગીતના શૂટિંગ વખતે તેની સાથે શોષણ થયું હોવાની વાતનો ખુલાસો કર્યો હતો. તનુશ્રી સાથેની આ ઘટના 2008ની એટલે કે 10 વર્ષ જૂની છે. 10 વર્ષ પહેલાં તનુશ્રીએ આ વાતની ફરિયાદ પોલીસમાં કરી હતી. નાના અને તનુશ્રી વચ્ચે થયેલા આ વિવાદ પછી ફિલ્મના સેટ પર રાજકીય પાર્ટીના નેતા પહોંચી ગયા હતા અને ભારે ધમાલ કરીને તનુશ્રીની કાર પર હુમલો કરી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં તનુશ્રી્એ મીડિયા સામે આરોપ લગાવ્યો હતો કે રાજ ઠાકરેના કાર્યકર્તા નાના પાટેકરને સપોર્ટ કરી રહ્યા છે અને 2008માં તેની ગાડી પર પણ રાજ ઠાકરેના કાર્યકર્તાઓએ જ હુમલો કર્યો હતો. આ પછી તનુશ્રીને રાજ ઠાકરેના પક્ષ એમએનએસ તરફથી સતત ધમકી મળી રહી છે. આ જોઈને મુંબઈ પોલીસે તનુશ્રીના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. 


આ મામલામાં સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોશિયેશન (CINTA)એ મંગળવારે સ્વીકાર્યું છે કે2008માં તનુશ્રી દ્વારા ઉઠાવવામાં આવેલી વાતને અસોશિયેશને યોગ્ય રીતે ન સાંભળી અને આ કારણે ફરી એકવાર આ મામલાની તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે તનુશ્રીએ એ સમયે પણ સિન્ટામાં પોતાની ફરિયાદ નોંધાવી હતી. સિન્ટાએ સ્વીકાર્યું છે કે એ સમયે તનુશ્રીને ન્યાય નહોતો મળ્યો અને હવેએ પક્ષપાત વગર ઝડપથી આ મામલાની તપાસ હાથ ધરશે. 


બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વર્ષ 2008માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મના સેટ પર એક્ટર નાના પાટેકરે તેની સાથે ઘણી વાર છેડછાડ કરી હતી. ત્યારે નાના પાટેકરે આ આરોપને નાકાર્યો હતો. બોલિવૂડમાં ‘#Meetooમીટૂ’ અભિયાન પર ચર્ચા ચાલી રહી છે ત્યારે તનુશ્રી દત્તાએ 10 વર્ષ જૂની ઘટનાનો ખુલાસો કર્યો અને સ્પષ્ટપણે નાના પાટેકરનું નામ લીધું હતું. આ પછી સોશિયલ મીડિયા અને અન્ય મીડિયા મંચ પર આ મામલે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. આ સમયે ફિલ્મના સેટ પર તનુશ્રીની કાર પર થયેલા હુમલાનો વીડિયો પર વાઇરલ થયો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...