Leo On OTT: લિયો ફિલ્મ હિંદીમાં આ તારીખે OTT પર થશે રિલીઝ, બોલીવુડની 4 ફિલ્મોને બોક્સ ઓફિસ પર છોડી પાછળ
Leo On OTT: છેલ્લા બે અઠવાડિયા દરમિયાન જે ચાર બોલીવુડ ફિલ્મ રિલીઝ થઈ તેની આવકની વાત કરીએ તો ગણપત ફિલ્મે અત્યાર સુધીમાં 9 કરોડ, યારીયા 2 એ 2 કરોડ તેજસ ફિલ્મે 2.5 કરોડ, 12 th ફેલ ફિલ્મની 3.5 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આમ આ ચાર ફિલ્મોની કુલ કમાણી 16 કરોડ થાય છે જેની સામે લિયો ફિલ્મના હિન્દી વર્ઝને 18 કરોડથી વધારેની કમાણી શુક્રવાર સુધીમાં કરી લીધી છે.
Leo On OTT: શાહરુખ ખાનની ફિલ્મ જવાન પછી ફરી એક વખત બોલીવુડ બોક્સ ઓફિસની હાલત ખરાબ થઈ ગઈ છે. એટલે કે જવાન ફિલ્મ પછી છેલ્લા બે શુક્રવારથી રિલીઝ થયેલી 4 ફિલ્મો જેનાથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી તે પણ બોક્સ ઓફિસ પર સફળ થઈ શકી નહીં. ફિલ્મ જવાન પછી ટાઇગર શ્રોફની ગણપત, કંગના રનૌતની તેજસ, યારીયા ટુ અને 12th ફેલ ફિલ્મો રિલીઝ થઈ છે. પરંતુ આ ચાર ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી. જોકે આ ચાર ફિલ્મોની કુલ કમાણી કરતા પણ વધારે કમાણી 19 ઓક્ટોબરે રિલીઝ થયેલી તમિલ ફિલ્મના હિન્દી વર્ઝને કરી લીધી છે.
તમિલ ફિલ્મ લિયોનું હિન્દી વર્ઝન રિલીઝ થયું છે. આ ફિલ્મ 19 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. બોલીવુડની ચાર ફિલ્મોની કુલ કમાણી જેટલી નથી તેના કરતાં વધારે કમાણી થલપતી વિજય અને સંજય દત્ત સ્ટારર ફિલ્મના હિન્દી ડબ વર્ષને કરી લીધી છે. લિયોના હિન્દી વર્ઝનની કુલ કમાણી 27 ઓક્ટોબરથી શુક્રવાર સુધીમાં 18 કરોડ થઈ ગઈ હતી. શુક્રવારે બોલીવુડ ફિલ્મો રિલીઝ થયા છતાં પણ આ ફિલ્મે એક કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. અનુમાન છે કે લિઓ ફિલ્મનું હિન્દી વર્ઝન 25 કરોડનો બિઝનેસ કરી શકે છે.
આ પણ વાંચો:
17 વર્ષમાં 34 ફિલ્મો જેમાંથી 5 જ હિટ, તેમ છતાં કંગના રનૌત છે સુપર સ્ટાર
ગદર 2 પછી સની દેઓલની કિસ્મતે મારી પલટી, આ ખાસ રોલ માટે ઓફર થયા 45 કરોડ રૂપિયા
લગ્નના 5 વર્ષ પછી રણવીર-દીપિકાએ વેડિંગ વીડિયો કર્યો શેર, સોશિયલ મીડિયામા video વાયરલ
છેલ્લા બે અઠવાડિયા દરમિયાન જે ચાર બોલીવુડ ફિલ્મ રિલીઝ થઈ તેની આવકની વાત કરીએ તો ગણપત ફિલ્મે અત્યાર સુધીમાં 9 કરોડ, યારીયા 2 એ 2 કરોડ તેજસ ફિલ્મે 2.5 કરોડ, 12 th ફેલ ફિલ્મની 3.5 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આમ આ ચાર ફિલ્મોની કુલ કમાણી 16 કરોડ થાય છે જેની સામે લિયો ફિલ્મના હિન્દી વર્ઝને 18 કરોડથી વધારેની કમાણી શુક્રવાર સુધીમાં કરી લીધી છે.
બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહેલી ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની પણ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. લિયો ફિલ્મે દસ દિવસમાં જ દુનિયાભરમાં 500 કરોડનો બિઝનેસ કરી લીધો છે. હવે આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે.
લિયો ફિલ્મના ઓટીટી રાઈટસ નેટફ્લિક્સે ખરીદ્યા છે અને નવેમ્બર મહિનામાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. નેટફ્લિક્સ તરફથી ફિલ્મ રિલીઝ કરવાની ડેટ પણ ફાઈનલ કરી લેવામાં આવી છે. જો તમે પણ થલપતી વિજયની લિયો ફિલ્મ હિન્દી વર્ઝનમાં જોવા માંગો છો તો 21 નવેમ્બરથી આ ફિલ્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ હશે.