17 વર્ષમાં 34 ફિલ્મો જેમાંથી 5 જ હિટ, તેમ છતાં કંગના રનૌત છે સુપર સ્ટાર

Kangana Ranaut: એક રિપોર્ટ અનુસાર તેજસ ફિલ્મ એ પહેલા દિવસે 1.25 કરોડનું કલેક્શન કર્યું જ્યારે બીજા દિવસે 1.20 કરોડનું જ કલેક્શન થયું. તેની સામે 12th ફેલ ફિલ્મનું કલેક્શન બીજા દિવસે બમણું થઈ ગયું. એટલે કે કંગના રણોતની ફિલ્મ તેજસ કરતાં લોકોને વિક્રાંત મેસીની 12th ફેલ ફિલ્મ પસંદ આવી રહી છે.

17 વર્ષમાં 34 ફિલ્મો જેમાંથી 5 જ હિટ, તેમ છતાં કંગના રનૌત છે સુપર સ્ટાર

Kangana Ranaut: આવું ફક્ત બોલીવુડમાં જ જોવા મળે છે કે કોઈ વ્યક્તિ 17 વર્ષની કારકિર્દીમાં ચારથી પાંચ જ હિટ ફિલ્મ આપે અને તેમ છતાં સુપરસ્ટાર હોય. આ રિપોર્ટ કાર્ડ અભિનેત્રી કંગના રનૌતનો છે. કંગના રનૌતની ફિલ્મ તેજસ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. પરંતુ કંગનાના જોરદાર પ્રમોશન અને લોકોને કરેલી અપીલ છતાં પણ તેજસ ફિલ્મને સારું ઓપનિંગ મળ્યું નથી. કંગનાની આ ફિલ્મને લોકો જોવા નથી જઈ રહ્યા. 

એક રિપોર્ટ અનુસાર તેજસ ફિલ્મ એ પહેલા દિવસે 1.25 કરોડનું કલેક્શન કર્યું જ્યારે બીજા દિવસે 1.20 કરોડનું જ કલેક્શન થયું. તેની સામે 12th ફેલ ફિલ્મનું કલેક્શન બીજા દિવસે બમણું થઈ ગયું. એટલે કે કંગના રણોતની ફિલ્મ તેજસ કરતાં લોકોને વિક્રાંત મેસીની 12th ફેલ ફિલ્મ પસંદ આવી રહી છે.

આ પણ વાંચો:

કંગના રનૌતએ વર્ષ 2006 માં ગેંગસ્ટર ફિલ્મ થી બોલીવુડમાં ડબ્યુ કર્યું હતું. ત્યારથી તેજસ ફિલ્મ સુધીમાં તેણે હિન્દીની 34 ફિલ્મો કરી છે. જેમાંથી પાંચ જ એવી ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરનાર પાંચ ફિલ્મોમાં વન્સ અપોન અ ટાઈમ મુંબઈ, તનુ વેડસ મનુ, ક્રિશ 3, તનુ વેડ્સ મનુ રીટર્ન અને ક્વીનનો સમાવેશ થાય છે. 

ત્યાર પછી  કંગના રનોતની એવરેજ કમાણી કરનાર ફિલ્મોમાં ગેંગસ્ટર, લાઈફ ઇન મેટ્રો, રાઝ, ફેશન, ડબલ ધમાલ, શૂટઆઉટ એટ વડાલા અને મણીકર્ણિકાનો સમાવેશ થાય છે. જોકે આ ફિલ્મો મલ્ટી સ્ટારર ફિલ્મો અને મસાલા ફિલ્મ હતી.

કંગનાની ફિલ્મોગ્રાફી પર નજર કરીએ તો કુલ 12 ફિલ્મોને બાદ કરતા તેની 22 ફિલ્મ અને ડિઝાસ્ટર લીસ્ટમાં આવે છે. કંગનાનો કરિયર ગ્રાફ ક્વીન ફિલ્મથી બદલતો જોવા મળ્યો હતો. પરંતુ ત્યાર પછી તેણે એવી જ ફિલ્મો પસંદ કરી જેમાં તે પોતે કેન્દ્રસ્થાને હોય. જોકે આ ફિલ્મો દર્શકોને પસંદ ન પડી જેના કારણે કંગનાની એક પછી એક ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news