નવી દિલ્હી: બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને (Salman Khan)  ગુરુવારે કહ્યું કે તેણે છેલ્લા 30 વર્ષમાં કામમાં આટલો લાંબો બ્રેક ક્યારેય લીધો નથી. જેટલો તેણે કોરોના વાયરસ (Corona Virus) ની રોકથામ માટે લાગુ કરાયેલા લોકડાઉન (Lockdown) દરમિયાન લેવો પડ્યો. ટીવી શો 'બિગ-બોસ 14' અંગે આયોજિત ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં સલમાને આ ટિપ્પણી કરી. સલમાન ખાન ઓક્ટોબરથી બિગ બોસની આગામી સીઝનને હોસ્ટ કરવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રગ્સ કેસ: Deepika Padukone વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે? જાણો શું છે સજાની જોગવાઈ


જબરદસ્તીથી લેવી પડી રજાઓ
સલમાને કહ્યું કે ગત મહિનામાં કામ ન કર્યું તે મારા માટે સૌથી વધુ તણાવભર્યુ રહ્યું. મે છેલ્લા 30 વર્ષમાં ક્યારેય આટલી રજાઓ ભોગવી નથી. જો કે મારે જબરદસ્તીથી આ રજાઓ લેવી પડી. બોલિવુડ સુપરસ્ટારે કહ્યું કે આ અગાઉ તેણે વર્ષના અંતમાં રજાઓ  ગાળવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે બિગ બોસ કાર્યક્રમને લઈને તેની પ્રતિબદ્ધતાના કારણે તેણે આ નિર્ધારિત રજાઓમાં કાપ મૂકવો પડશે. 


પનવેલ ફાર્મ હાઉસ પર ગયો હતો સલમાન ખાન 
લોકડાઉનની જાહેરાત થતા સલમાન ખાન પોતાના પરિવાર સાથે પનવેલ સ્થિત ફાર્મ હાઉસ પર ગયો હતો. જેના પર ખાને કહ્યું કે માતા પિતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. તેઓ બ્રાન્દ્રામાં સલમાન સાથે જ રહે છે. ખાને રાષ્ટ્રવ્યાપી બંધ દરમિયાન પોતાના ફાર્મ હાઉસ પર દિવસો વિતાવ્યા અને શાકભાજી ઉગાડવાના કામને પણ સારો સમય ગણાવ્યો. 


Exclusive : જયા સાહાએ શ્રદ્ધા કપૂર માટે આ ખાસ Drug ની વ્યવસ્થા કરી હતી


'બિગ બોસ'ની નવી સીઝન માટે લીધા ઓછા પૈસા
સલમાન ખાને ખુલાસો કર્યો કે તેણે બિગ બોસની નવી સીઝન માટે ઓછા પૈસા લીધા છે. જેથી કરીને તેમની ફીને લઈને કોવિડ-19 સંકટ દરમિયાન ચેનલ પર કોઈ દબાણ ન પડે. હકીકતમાં આ વર્ષે સલમાન ખાને આ શોની મેજબાની માટે ઓછું મહેનતાણું લીધુ છે. જેથી કરીને સુનિશ્ચિત થઈ શકે કે દરેક ક્રુ મેમ્બરને તેમનું યોગ્ય મહેનતાણું મળે. બિગ બોસ 14 કલર્સ ચેનલ પર પ્રીમિયર માટે તૈયાર છે.  


અત્રે જણાવવાનું કે બોલિવુડમાં હાલ જબરદસ્ત દહેશતનો માહોલ છે. સુશાંત સિંહ રાજપૂત સંલગ્ન ડ્રગ્સ કેસ મામલે અનેક મોટા કલાકારોના નામ સામે આવતા સન્નાટો વ્યાપી ગયો છે. દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર જેવી મોટી અભિનેત્રીઓ અને અનેક ટીવી કલાકારોની પણ એનસીબી પૂછપરછ કરવાની છે. 


 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube