ડ્રગ્સ કેસ: Deepika Padukone વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે? જાણો શું છે સજાની જોગવાઈ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ સંલગ્ન ડ્રગ્સ એંગલમાં પોતાની તપાસનો દાયરો વધારતા નારકોટિક્સ કંટ્રોલ  બ્યુરો (NCB)એ બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સહિત સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રિત સિંહને સમન પાઠવ્યા છે. દીપિકાની શુક્રવારે તથા સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની શનિવારે પૂછપરછ શક્ય છે. 

ડ્રગ્સ કેસ: Deepika Padukone વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે? જાણો શું છે સજાની જોગવાઈ

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)  કેસ સંલગ્ન ડ્રગ્સ એંગલમાં પોતાની તપાસનો દાયરો વધારતા નારકોટિક્સ કંટ્રોલ  બ્યુરો (NCB)એ બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) સહિત સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રિત સિંહને સમન પાઠવ્યા છે. દીપિકાની શુક્રવારે તથા સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની શનિવારે પૂછપરછ શક્ય છે. 

શું થઈ શકે છે દીપિકા વિરુદ્ધ કાર્યવાહી?
હવે તમારે એ જાણવું પણ જરૂરી છે કે શું ડ્રગ્સ કનેક્શનમાં દીપિકાનું નામ સામે આવ્યા બાદ તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે અને NDPS એક્ટ 1985 હેઠળ ડ્રગ્સ ખરીદવા બદલ સજાની શું જોગવાઈ છે?

સેક્શન 20B
સેક્શન 20B કહે છે કે કોઈ વ્યક્તિ ઓછા પ્રમાણમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવતા, પોતાની પાસે રાખતા, ખરીદતા કે ઉપયોગ કરતા પકડાય તો તેને એક વર્ષની સજા કે દસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. 

સેક્શન 22
સેક્શન 22 કહે છે કે ઓછી માત્રા માટે એક વર્ષ, તેના વધુ ક્વોન્ટિટીમાં દસ વર્ષ અને કોમર્શિયલ ક્વોન્ટિટી માટે 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે. 

સેક્શન 27A
સેક્શન 27A કહે છે કે પ્રતિબંધિત ડ્રગ્સ સંબંધિત એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા કે તેમા મદદ કરવાના કામ બદલ ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને વધુમાં વધુ 20 વર્ષની સજાની જોગવાઈ છે. કોર્ટ ઈચ્છે તો 2 લાખ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકારી શકે છે. 

સેક્શન 29
સેક્શન 29 કહે છે કે અપરાધિક ષડયંત્ર રચવા અને કોઈને ડ્રગ્સ માટે ઉક્સાવવાના દોષમાં પણ સજાની જોગવાઈ છે. 

ધ્યાન રાખો કે અભિનેત્રી રિયા ચક્રવર્તી પણ ડ્રગ્સ સપ્લાય, ડ્રગ્સ ખરીદી અને ડ્રગ્સના નેટવર્કિંગના આરોપમાં જેલમાં છે. દીપિકા પાદુકોણના ફેન્સ માટે તેનું ડ્રગ્સના આરોપમાં ઘેરાવવું એક નવો પરિચય છે. બની શકે શકે કે દીપિકાના આ પહેલુથી તેનો પરિવાર પણ પરિચિત ન હોય. 

દીપિકાના પિતા દેશ વિદેશમાં જાણીતી હસ્તી
23 માર્ચ 1980ના રોજ દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણે લંડનના વેમ્બલી એરેનામાં ઓલ ઈન્ડિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી હતી. જેનો જશ્ન સમગ્ર હિન્દુસ્તાને મનાવ્યો હતો. પ્રકાશ પાદુકોણની ઉપલબ્ધિ પર સમગ્ર દેશને ગર્વ હતો. દેશમાં અનેક જગ્યા પર તેમને શુભકામના આપતા પોસ્ટરો લાગ્યા હતાં. ત્યારે દીપિકાનો જન્મ પણ થયો નહતો અને આજે 40 વર્ષ બાદ પણ દીપિકાને પોતાના પિતાની આ સિદ્ધિ પર ગર્વ છે. પરંતુ શું પ્રકાશ પાદુકોણને આજે પોતાની પુત્રી પર ગર્વ થશે? ડ્રગ્સ જાળમાં દીપિકાનું નામ આવ્યા બાદ પ્રકાશ પાદુકોણ શું હજુ પણ દીપિકા પર ગર્વ કરી શકશે ખરા?

પોતાની ચેટના કારણે દીપિકા ફસાઈ
દીપિકા તેની ડ્રગ્સ ચેટના કારણે ફસાઈ. દીપિકા પાદુકોણ વિરુદ્ધ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોને એક ડ્રગ્સ ચેટ મળી હતી. આ ડ્રગ્સ ચેટ 28 ઓક્ટોબર 2017ની છે. આ તારીખ એટલા માટે પણ જરૂરી છે કારણ કે સૂત્રોના જણાવ્યાં મુજબ NCBને મળેલી આ ચેટમાં દીપિકા પોતાની મેનેજર કરિશ્મા પ્રકાશ પાસે હશીશ નામના ડ્રગ્સની માગણી કરે છે. 

રિયા ચક્રવર્તીએ NCBને  આપ્યા અનેક મોટા નામ
સૂત્રોના જણાવ્યાં મુજબ રિયા ચક્રવર્તીએ NCBને બોલિવુડના અનેક મોટા હીરા અને હીરોઈનના નામ આપ્યા હતા અને આ નામોમાં પહેલુ નામ હતું એક્ટર સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનનું. સૂત્રોના જણાવ્યા મુજબ રિયાએ બીજુ નામ આપ્યું હતું અભિનેત્રી રકુલપ્રિત સિંહનું 2017માં રકુલપ્રિત સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ડ્રગ્સને તો સિસ્ટમમાંથી જ કાઢી મૂકવું જોઈએ. પરંતુ રકુલ પોતે ડ્રગ્સ કનેક્શનમાં ફસાઈ ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news