હવે આ સિરીઝ આગળ વધશે કે કેમ, રોડ અકસ્માતમાં જાણીતા અભિનેતાઓનું કરૂણ મોત, મેક્સિકોમાં ચાલતું હતું શૂટિંગ
16 જૂનના રોજ તેમની વાન મેક્સિકોના બાજા કેલિફોર્નિયા સુર પેનિનસુલામાં મુલેજ પાસે ક્રેશ થઈને પલટી ગઈ. આ દર્દનાક અકસ્માતમાં બંને કલાકારોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં જાણીતી સીરિઝના બન્ને કાસ્ટ મેમ્બર્સ અને ચાર ક્રૂ મેમ્બર્સ પણ ઘાયલ થયા છે.
મુંબઈ: આજકાલ લોકો ઓટીટી પ્લેટફોર્મથી લઈને અનેક જગ્યાએ ફિલ્મ કરતાં સીરિઝ જોવાનું વધારે પસંદ કરે છે. જેણા કારણે ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ સીરિઝનું ચલણ વધી ગયું છે. નેટફ્લિક્સ સિરીઝ 'The Chosen One' ફેમ અભિનેતા Raymundo Gurdano અને Juan Francisco Aguilar નું રોડ અકસ્માતમાં કરૂણ મોત થયું છે.
16 જૂનના રોજ તેમની વાન મેક્સિકોના બાજા કેલિફોર્નિયા સુર પેનિનસુલામાં મુલેજ પાસે ક્રેશ થઈને પલટી ગઈ. આ દર્દનાક અકસ્માતમાં બંને કલાકારોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં જાણીતી સીરિઝના બન્ને કાસ્ટ મેમ્બર્સ અને ચાર ક્રૂ મેમ્બર્સ પણ ઘાયલ થયા છે. તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક અંગ્રેજી વેબસાઈટના અહેવાલ અનુસાર, સીરિઝની ટીમ મેક્સિકોમાં 'ધ ચોઝેન વન' ની શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ બાદ ટીમ એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં એક્સિડેન્ટ થયો હતો. આ દુર્ઘટનાની માહિતી મળ્યા પછી Redrum કંપનીએ આ Netflix સિરીઝનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. શોનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થયું હતું. એવરાર્ડો ગાઉટ અને લિયોપોલ્ડો ગાઉટ આ સીરિઝના સહ-શો રનર્સ હતા.
Baja California Department of Culture એ 17 જૂનના રોજ ફેસબુક દ્વારા બંને કલાકારોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં લખવામાં આવ્યું છે- 'રાજ્ય સરકાર તરફથી અમે રેમન્ડો ગાર્ડુઓ ક્રુઝ અને જુઆન ફ્રાન્સિસ્કો ગોન્ઝાલેઝ એગ્યુલર 'પેકો મુફોટે' ના મૃત્યુ પર ભારે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. તેમના પરિવાર, મિત્રો અને બાજા કેલિફોર્નિયા કલા સમુદાય પ્રત્યે અમારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.'
આ સિરીઝમાં કામ કરી રહ્યા હતા બંને કલાકારો
The Chosen One એ બ્રાઝિલિયન થ્રિલર સીરિઝ છે જે 2019 માં શરૂ કરવામાં આવી હતી. તે માર્ક મિલર અને પીટર ગ્રોસની કોમિક બુક સિરીઝ અમેરિકન જીસસ પર આધારિત છે. નેટફ્લિક્સ અનુસાર આ સિરીઝ 12 વર્ષના છોકરાની કહાની છે જે ઈસુનો અવતાર છે અને તેનો જન્મ માનવતાને બચાવવા માટે થયો હતો. હવે અકસ્માત બાદ સિરીઝ આગળ વધે છે કે કેમ તે તો આગામી દિવસોમાં ખબર પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube