હવે બનશે પીએમ મોદીની બાયોપિક, વડાપ્રધાન બનશે `આ` એક્ટર !
હાલમાં વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપીક `ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર` અને શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેની બાયોપિક `ઠાકરે`નું ટ્રેલર રિલીઝ થયું
નવી દિલ્હી : હાલમાં વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપીક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' અને શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેની બાયોપિક 'ઠાકરે'નું ટ્રેલર રિલીઝ થયું તો ચર્ચાનું માર્કેટ ગરમ થઈ ગયું. આ ફિલ્મો પછી એવી ફિલ્મની માહિતી મળી છે જે ધમાલ મચાવી દેશે. ખબર પડી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપીક પણ રિલીઝ થવાની છે.
[[{"fid":"197241","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
અમારી સહયોગી વેબસાઇટ બોલિવૂડ લાઇફના સમાચાર પ્રમાણે આ બાયોપિકમાં લોકોની રૂચિ જોયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ફિલ્મ બનવાની છે જેમાં વડાપ્રધાનનો રોલ વિવેક ઓેબેરોય ભજવવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી શરૂ થઈ જવાનું છે. આ બાયોપિકનું શૂટિંગ જાન્યુઆરી, 2019થી શરૂ થવાનું છે.
કાજોલની દીકરીનો સુપરહોટ અંદાજ, શેયર કરી સ્વિમસૂટમાં તસવીર
આ ફિલ્મ માટે વિવેકે પોતાના લુક પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ રોલને વિવેક પોતાની કરિયરનો સૌથી ચેલેન્જિંગ રોલ માને છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે. હાલમાં આ ફિલ્મનું નામ નક્કી નથી કરવામાં આવ્યું પણ એને 'મેરી કોમ'ના ડિરેક્ટર ઓમંગ કુમાર ડિરેક્ટર કરશે.