નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની (Sunny Leone)એ જણાવ્યું છે કે તે સ્વીકારે છે કે કાર્યસ્થળ પર ઉત્પીડન બહુ મુશ્કેલ અનુભવ છે પણ એ સમયે ચુપ રહેવાને બદલે આ વાતની ચર્ચા કરવી જોઈએ. આ વિશે સનીએ એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. લોકો આ વીડિયોના બહુ વખાણ કરી રહ્યા છે અને ગુડ જોબ ગણાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Aaradhya Bachchan છવાઈ ગઈ એન્યુઅલ ડેમાં, Pics અને Video થયો વાયરલ


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

Workplace harassment is difficult to deal with but you don’t have to be quiet. Find yourself a supportive boss!


A post shared by Sunny Leone (@sunnyleone) on


સનીએ શેયર કરેલા આ વીડિયોને 24 કલાકની અંદર 9 લાખ કરતા વધારે વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોથી તેણ પોતાની વેબ સિરીઝ રાગિણી એમએમએસ રિટર્ન્સ સિઝન 2નો સંદેશ આપ્યો છે. થોડા દિવસ પહેલાં સનીએ ઇન્સ્ટાગ્રામ પર આ વેબસિરીઝનું પોસ્ટર પણ શેયર કર્યુ હતું. સનીની વાત કરીએ તો તે બિગ બોસને કારણે ચર્ચામાં આવી હતી. આ પછી તેણે જિસ્મ 2, હેટ સ્ટોરી 2, એક પહેલી લીલા, મસ્તીઝાદે તેમ કુછ તો લોચા હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 


Dabangg 3 Box Office Collection: દબંગ 3 ચુલબુલ પાંડેનું ધમાકેદાર કમબેક, બોક્સ ઓફિસ પર છાપરાફાડ કમાણી


બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની (Sunny Leone)ની વેબસિરીઝ Ragini MMS Returns 2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં લવ, એક્શન, રોમાન્સ, ડર તેમજ સેક્સના રંગ જોવા મળશે. ટ્રેલરમાં સની સિવાય આરતી ખેત્રપાલ, ઋષિકા નાગ, આધ્યા ગુપ્તા, વિક્રમ સિંહ રાઠોડ, વરૂણ સુદ અને દિવ્યા અગ્રવાલ જેવા અનેક કલાકારો જોવા મળશે. આ ટ્રેલરની શરૂઆતમા સની કહે છે કે હું અહીં વિક્ટોરિયા વિલાના તમામ સિક્રેટ જાણવા આવી છું. આ પછી શરૂ થાય છે ડરની રમત જેનો ભોગ બધા જ બને છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક