નવી દિલ્હીઃ  Laxmmi Bomb On Diwali: અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' દિવાળી પર રિલીઝ થઈ રહી છે. અક્ષયે ખુદ તેની પુષ્ટિ કરી છે. આ સાથે ફિલ્મને લઈને તે બધી અફવાઓ પર વિરામ લાગી ગયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ ન કરવાનો વિચાર ચાલી રહ્યો છે. ફિલ્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષય કુમારે રિલીઝ ડેટની જાહેરાત કરતા ટ્વિટર પર તેની એક ઝલક પણ શેર કરી છે, જેમાં તેના લક્ષ્મણથી લક્ષ્મી બનવાના ટ્રાન્સફોર્મેશનને દેખાડવામાં આવ્યું છે. આ સાથે અક્ષયે લખ્યુ, આ દિવાળી તમારા ઘરોમાં લક્ષ્મીની સાથે ધમાકેદાર બોમ્બ પણ આવશે. આવી રહી છે લક્ષ્મી બોમ્બ 9 નવેમ્બરે, માત્ર ડિઝ્ની પ્લસ હોટસ્ટાર વીઆઈપી પર. એક દીવાના કરી દેનાર સફર માટે તૈયાર થઈ જાવ, કારણ કે આ દિવાળી લક્ષ્મી બોમ્બ વાળી. 


ભાજપીય સાંસદના બાહોમા આવી ગઈ અંજના, Romance નો આ વીડિયો થયો જોરદાર વાયરલ 

લક્ષ્મી બોમ્બ કથિત રીતે ઓટીટી પ્લેટફોર્મ પર આવનારી સૌથી મોંઘી ફિલ્મ છે. રિપોર્ટસ આવ્યો હતો કે ફિલ્મની ડિઝ્નીની સાથે 125 કરોડમાં ડીલ થઈ છે. હોરર કોમેડી લક્ષ્મી બોમ્બ તમિલ બ્લોકસ્ટર મુની 3- કંગનાની સત્તાવાર રીમેક છે, જેને રાઘર લોરેન્ટે નિર્દેશિત કરી છે. તેમણે તમિલ ફિલ્મને પણ ડાયરેક્ટ કરી હતી. રાઘવ આ ફિલ્મ સાથે હિન્દી સિનેમામાં પર્દાપણ કરી રહ્યાં છે. ફિલ્મમાં કિયારા અડવાણી ફીમેલ લીડ રોલમાં છે, જે અક્ષયની સાથે ગુડ ન્યૂઝમાં કામ કરી ચુકી છે. આ સિવાય તુષાર કપૂર, શરદ કેલકર, અશ્વિની કાલસેકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube