Anant Ambani pre-wedding function: ગુજરાતના જામનગરમાં જાણિતા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન જોર શોરથી શરૂ થઇ ગયું છે. સ્ટારની મહેફિલ પણ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સજ્જ થઇ ગઇ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના લગ્નના થોડા મહેના પહેલાં થઇ રહેલી આ મેગા ઇવેંટમાં દેશ દુનિયાના જાણિતા જામનગર પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામે આવ્યો મુકેશ અંબાણી-નીતા ભાભીનો રોમેન્ટીક ડાન્સ વિડીયો, ક્યૂટ લાગે છે કપલ
Anant-Radikha Pre Wedding Bash:ફૂલવાળા ગાઉનમાં ગજબની લાગે છે ઇશા, રાધિકાનો લુક છે ઇંપ્રેસિવ,જુઓ ફોટો


એટલું જ નહી તેમનું રોકાવવું, ખાવા પીવા માટે પણ ગ્રાંડ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની ઝલક પણ હવે સામે આવવા લાગી છે. ઘણા સ્ટાર પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર અંગત ઝલક ફેન્સ સાથે શેર કરી છે. આ અવસર પર બેંડમિંટન ખેલાડી સાઇન નેહવાલે પણ વીડિયો શેર કરીને ગેસ્ટ માટે થયેલી વ્યવસ્થાની ઝલક બતાવી છે. 


Anant-Radikha Pre Wedding Bash:ફૂલવાળા ગાઉનમાં ગજબની લાગે છે ઇશા, રાધિકાનો લુક છે ઇંપ્રેસિવ,જુઓ ફોટો
જામનગરમાં જમાવડો: બોલીવુડને ત્રણ સુધી લાગશે તાળાં, અનંત-રાધિકાના ફંક્શનમાં ઉમટ્યું બોલીવુડ, Inside Photos


કેવી છે વીઆઇપી લોંજ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં મહેમાનો માટે એરપોર્ટથી લઈને સ્થળ સુધી ઝીણવટભરી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટાર્સ એરપોર્ટ પરથી ટ્રેન અને બસમાં બેસીને સ્થળ પર પહોંચી રહ્યા છે. સૌપ્રથમ, એરપોર્ટ પર જ તેઓનું સ્વાગત પીણાં અને નાસ્તો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી તેઓ સ્થળ પર પહોંચતાની સાથે જ લક્ઝરી વીઆઈપી લોન્જમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓને વિવિધ પ્રકારની વાનગીઓ અને શરબત પીરસવામાં આવ્યા હતા. આ લક્ઝરી ટેન્ટ લાઉન્જમાં એસીથી લઈને સોફા-ટેબલ અને આરામની વસ્તુઓ છે.


Heroએ સસ્તું કર્યું પોતાનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર, 30 હજાર રૂપિયા ઘટાડ્યા, જાણો ફીચર્સ
શું વાત છે...સ્ત્રીઓને આવા પુરૂષો ગમે છે? જવાબ જાણીને તમે પણ કહેશો ના હોય...!!!


જુઓ વીડિયો



કેવી છે રહેવાની વ્યવસ્થા
હવે અમે તમને રહેવાની વ્યવસ્થા વિશે જણાવીએ. સાઈના નેહવાલે વીડિયો શેર કરીને VIP રૂમની ટૂર કરાવી છે. જોકે, મહેમાનો લક્ઝરી ટેન્ટમાં રોકાશે, જે લીલાછમ બગીચાના વિસ્તારો વચ્ચે છે. આ ટેન્ટ બે રૂમમાં વહેંચાયેલા છે. પહેલા રૂમને ડ્રોઈંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યારે બીજા રૂમને બેડરૂમ બનાવવામાં આવ્યો છે. તેમાં તમામ સુખ-સુવિધાઓ ધરાવે છે.


કેમ કાન સફાઇનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ? ડોક્ટર પાસેથી જાણો સાફ કરવાની સાચી રીત


જુઓ વીડિયો



અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના પ્રી-વેડિંગ ફંક્શનના પહેલાં દિવસની તસવીરો સામે આવી ગઇ છે, આ ફોટામાં શહરૂખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ, કરીના કપૂરથી માંડીને સૈફ અલી ખાન અને આલિયા ભટ્ટ જોવા મળી રહ્યા છે. 


Health Tips: ભૂલથી પણ આ ફળોની છોતરા ન કાઢતાં, નહીંતર...તમારા સ્વાસ્થ્યના નિકળી જશે 'છોતરાં'
Shani Uday 2024: સાડાસાતી-પનોતીએ છીનવું લીધું સુખ-ચેન? શનિના ઉદય સાથે શરૂ કરી દો આ કામ


આ સ્ટાર્સ મચાવશે ધૂમ
શાહરૂખ અને રણબીર કપૂર પોતાના પરીવાર સાથે પહોંચી ગયા છે. માર્ક જુકરબર્ગ જેવી ઘણા વિદેશી બિઝનેસમેન આ પ્રી વેડિંગ ઇવેંટને અટેંડ કરવા પહોંચ્યા છે. આ ઉપરાંત સલમાન ખાન, ઇવાંકા ટ્રંપ, રણબીર સિંહ, દીપિકા પાદુક જેવા બોલીવુડ સ્ટાર આ ઇવેંટને ગ્રાંડ બનાવવા માટે પહોંચી ગયા છે. રિહાના ઉપરાંત અરિજીત સિંહ, પ્રિતમ, બી પ્રાક, દિલજીત દોસાંજ, હરિહરન અને અજ્ય-અતુલ પરર્ફોમ કરશે. રોબિન, ફેંટી, જે બ્રાઉન અને એડમ બ્લેકસ્ટોન જેવા વિદેશી સ્ટાર પણ પરફોર્મ કરનારાઓની લિસ્ટમાં સામેલ છે. આ ઉપરાંત ત્રણ દિવસ સુધી અલગ અલગ થીમના અનુસાર ઇવેંટ રાખવામાં આવી છે.