નવી દિલ્હીઃ આજકાલ કોઈએ કંઈ માહિતી જોતી હોય તો તેના માટે ગૂગલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ગૂગલ પણ ક્યારેક-ક્યારેક એવો જવાબ આપે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવું કંઈક ગૂગલે હાલમાં કર્યું છે. હકીકતમાં ગૂગલ પર અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનની વાઇફ વિશે પૂછવા પર ગૂગલ તેનો જવાબ અનુષ્કા શર્મા જણાવી રહ્યું છે. ત્યારબાદ આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં જ્યારે ગૂગલ પર રાશિદ ખાનની વાઇફ વિશે ચર્ચ કરીએ તો ગૂગલ ન માત્ર રાશિદ ખાનને મેરિડ જણાવી રહ્યુ છે પરંતુ તેના વાઇફના નામની આગળ અનુષ્કા શર્મા જણાવી રહ્યું છે. ગૂગલ લગ્નની તારીખમાં પણ 11 ડિસેમ્બર 2017 જણાવી રહ્યું છે જે દિવસે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન થયા હતા. 


IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સના ટ્વીટ પર મેચ ફિક્સિંગની અફવા, ફ્રેન્ચાઇઝીએ કર્યું ડિલીટ

બધા લોકો જાણે છે કે ગૂગલ આ કેમ દેખાડી રહ્યું છે. હકીકતમાં વર્ષ 2018માં રાશિદ ખાને એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન કર્યુ હતુ. આ દરમિયાન એક ફેનના સવાલના જવાબમાં રાશિદ ખાને અનુષ્કા શર્મા અને પ્રીતિ ઝિંટાને પોતાની ફેવરિટ બોલીવુડ હિરોઇન ગણાવી હતી. ત્યારબાદ રાશિદ ખાન ટ્રેન્ડમા આવી ગયો હતો અને ઘણી જગ્યાએ અનુષ્કા તેની ફેવરિટ હિરોઇન સ્ટોરી ચાલી હતી. ઘણી સ્ટોરીમાં અનુષ્કા અને રાશિદ ખાનનું નામ એક સાથે આવ્યા બાદ હવે ગૂગલ આ બંન્નેને પતિ-પત્ની જણાવી રહ્યું છે. આશા છે કે ગૂગલના આ ટેક્નિકલ પ્રોબ્લેમનો જલદી ઉકેલ આવી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર