IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સના 'ભવિષ્યવાણી' ટ્વીટ પર બબાલ, મેચ ફિક્સિંગની અફવા બાદ ડિલીટ કર્યું ટ્વીટ
મુંબઈ ઈન્ડિયન્સે જ્યારે ટ્વીટ કર્યું તો મેચ શરૂ થવાની માત્ર 8 મિનિટ થઈ હતી. પરંતુ તેણે દિલ્હી કેપિટલ્સનો સ્કોર 19.5 ઓવર લખ્યો હતો. પરંતુ બાદમાં જે સ્કોર બન્યો તે લગભગ તેના બરોબર હતો.
Trending Photos
નવી દિલ્હીઃ મેચ ફિક્સિંગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં એક મોટો સંવેદનશીલ મુદ્દો છે. પરંતુ ફેન્સે મુંબઈ ઈન્ડિયન્સને એક વિવાદાસ્પદ ટ્વીટ માટે ટ્રોલ કરી દીધું. બાદમાં મુંબઈની ટીમે આ ટ્વીટ હટાવી દીધું હતું. ઘટના રવિવારે મુંબઈ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ સાથે જોડાયેલી છે.
11 ઓક્ટોબરે મુંબઈ ઈન્ડિયન્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી એક ટ્વીટ થયું. તેમાં દિલ્હીનો ફાઇનલ સ્કોર લખેલો હતો. કમમાલની વાત તે છે કે મુંબઈ ઈન્ડિયન્સે આ ટ્વીટ મેચ શરૂ થયાની 8 મિનિટ બાદ કર્યું હતું. અને સ્કોર પર લગભગ એટલો જ રહ્યો જેટલો મુંબઈ ઈન્ડિયન્સના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ થયો હતો.
આ ડિલીટ કરેલા ટ્વીટમાં મુંબઈ ઈન્ડિયન્સે લખ્યું હતું કે દિલ્હીની ટીમ 20 ઓવરોમાં 5 વિકેટ પર 163 રન બનાવશે અને દિલ્હીની ટીમે 4 વિકેટ પર 162 રન બનાવ્યા. જવાબમાં મુંબઈએ ક્વિન્ટન ડિ કોક અને સૂર્યકુમાર યાદવની એક અડધી સદીની મદદથી પાંચ વિકેટ ગુમાવી 166 રન બનાવ્યા અને મેચ પોતાના નામે કરી લીધી.
પરંતુ સોશિયલ મીડિયા પર બબાલ શરૂ થયા બાદ મુંબઈએ આ ટ્વીટ હટાવી દીધું. પરંતુ ત્યાં સુધી તેના સ્ક્રીનશોટ વાયરલ થઈ ચુક્યા હતા.
RCBvsKKR: બેજોડ ફોર્મમાં બેંગલોર, કોલકત્તા પણ તૈયાર, વિરાટ કોહલીની સામે હશે દિનેશ કાર્તિક
એક યૂઝરે લખ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે આ ટ્વીટ 7 કલાક 38 મિનિટ પર કર્યું હતું. સ્કોર લખ્યો હતો 19.5 ઓવરમાં 163/5 તે સમયે બીજી ઓવર ચાલી રહી હતી અને એક વિકેટ પડી હતી. ફાઇનલ સ્કોર રહ્યો 162/4. એવું લાગે છે કે આઈપીએલમાં કંઈક મોટું ચાલી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે