અમરેલીમાં કોરોનાનો વિસ્ફોટ, એક દિવસમાં 10 કેસ નોંધાયા
અમરેલી જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 70 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી 5 લોકોના મૃત્યુ પણ થયા છે. તો હાલ એક્ટિવ કેસની સંખ્યા 35 છે. અત્યાર સુધી 30 દર્દીઓ રિકવર થયા છે.
કેતન બગડા/અમરેલીઃ ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ગઇકાલે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 615 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 31 હજાર નજીક પહોંચી ગયો છે. તો હવે મોટા શહેરોની સાથે અન્ય જિલ્લામાં પણ કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમરેલીમાં એક સાથે 10 કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. અમરેલીમાં આજે એકસાથે 10 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 70 પર પહોંચી ગઈ છે.
અમરેલીમાં હાલ કોરોનાની સ્થિતિ
અમરેલી જિલ્લામાં આજે એક સાથે નવા 10 કેસ નોંધાતા લોકોની ચિંતામાં વધારો થયો છે. હવે કુલ કેસોની સંખ્યા 70 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી 5 લોકોના મૃત્યુ પણ થયા છે. તો હાલ એક્ટિવ કેસની સંખ્યા 35 છે. અત્યાર સુધી 30 દર્દીઓ રિકવર થયા છે.
આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે ભાજપ કોર કમિટીની બેઠક
શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
શનિવારે રાત્રે રાજ્ય સરકારના મેડિકલ બુલેટિન પ્રમાણે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 30 હજાર 774 પર પહોંચી ગઈ છે. જેમાં અત્યાર સુધી 1790 લોકોના મૃત્યુ થયા છે. તો કુલ 22417 દર્દીઓ અત્યાર સુધી રિકવર થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 20269 છે, તો 1411 લોકોના મૃત્યુ પણ થયા છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube