આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે ભાજપ કોર કમિટીની બેઠક
હવે આગામી સપ્ટેમ્બર મહિનામાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે છે. માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ અને જૂન મહિનામાં ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા.
Trending Photos
ગાંધીનગરઃ આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપ કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં રાજ્યમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી યોજાવાની છે તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ભાજપ આઠેય વિધાનસભા બેઠકમાં જીત મેળવવા માટે રણનીતિ ઘડશે.
મહત્વનું છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના કુલ આઠ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાંથી પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે. હવે આગામી સપ્ટેમ્બર મહિનામાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે છે. માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ અને જૂન મહિનામાં ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા.
ભાજપ આ પેચાચૂંટણીમાં બધી બેઠકો કબજે કરી શકે તે માટે ખાસ રણનીતિ ઘડશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત અન્ય સંગઠનના નેતાઓ હાજર રહેશે. ગુજરાતમાં ખાલી પડેલી તમામ બેઠકો ઉપરાંત કાયદાકીય ગુંચવણમાં અટવાયેલી દેવભૂમિ દ્વારકા અને મોરવાહડફની બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઇ શકે છે. આ અંગે ચૂંટણી પંચ આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે