અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 15 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 3 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. જો કે આજે તો રેકોર્ડ બ્રેક 1068 નવા દર્દીઓ આવ્યા હતા. જો કે સામે પક્ષે 872 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 14595 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 224.53 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 106 દર્દીઓ રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં નોંધાયા છે. આજ રોજ 872 નવા દર્દીઓ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલુ નોકરીએ અવસાન પામનાર સરકારી કર્મચારીને આર્થિક સહાયનો સમયગાળો વધારી 1 વર્ષ કરાયો


રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 3,51,447 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,49,683 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. 1764 લોકોને ખાનગી અથવા સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આજનાં રાજ્યના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 12518 એક્ટિવ કેસ છે. જ્યારે 83 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 12435 સ્ટેબલ છે. 38830 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2283 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આજના દિવસમાં 26 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 6,કચ્છ 3, વડોદરા કોર્પોરેશન 3, ગાંધીનગર 1, જામનગર કોર્પોરેશન 1, મહેસાણા, રાજકોટ અને તાપીમાં 1-1નો મોત નિપજ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર