ચાલુ નોકરીએ અવસાન પામનાર સરકારી કર્મચારીને આર્થિક સહાયનો સમયગાળો વધારી 1 વર્ષ કરાયો
Trending Photos
અમદાવાદ : રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો નિર્ણય લીધો હતો.
આ ઉપરાંત સરકારી કર્મચારીના અવસાન બાદ કુટુંબના આશ્રિતે ૬ મહિનામાં આ સહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે. મુખ્યમંત્રી સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે, કર્મચારીના અવસાન બાદ સામાજિક રીત-રિવાજો, પરિવારની માનસિક હાલત, આશ્રિતોને નિયમોની જાણકારીના અભાવ વગેરેને કારણે જરૂરી રેકર્ડ/દસ્તાવેજ એકત્ર કરવામાં સમય જતો હોય છે.
સરકારે આ રજુઆતને ધ્યાને રાખીને આવા સંજોગોમાં દિવંગત કર્મચારીના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટે સરકારમાં કરવાની થતી અરજીનો સમય ૬ માસથી વધારી ૧ર માસ એટલે કે ૧ વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી કર્મચારીનું ઓન ડ્યુટી અવસાન થાય તો તેનાં વારસદારને સરકાર તરફથી નોકરી મળતી હતી. જે સરકાર દ્વારા આ નિર્ણય રદ્દ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે