અજય શીલુ, પોરબંદર : કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં હાલ લોકડાઉન હોવાથી ગુજરાતમાં મજુરી અર્થે આવેલ મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન જવા સરકાર પાસે માંગ કરી રહ્યા હતા. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ 3600 જેટલા મધ્યપ્રદેશના શ્રમિકોને આજથી ટ્રેન મારફત પોતાના વતન પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસની મહામારીને કારણે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે ગુજરાત સહિતના રાજયોમા મજુરી અર્થે આવેલ હજારો શ્રમિકો પોતાના વતન જવા પાસે સતત પ્રયાસો કરી રહ્યા હતા. સંપૂર્ણ લોકડાઉન હોય કોઈપણ પ્રકારની વાહનવ્યવહારની સુવિધા તેમજ વતન જવા માટેની મંજુરી નહી હોવાથી તેઓએ સરકાર પાસે પોતાને વતન પહોંચાડવા માંગ કરી હતી. શ્રમિકો આમતો અનેક વખત પોતાના પરિવાર સાથે ટ્રેન-બસ સહિતમા મુસાફરી કરી કરી પોતાના વતન જતા હોય છે. પરંતુ આજે તમામ શ્રમિકોના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી હતી કારુણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા.


પોરબંદર જિલ્લામાં કુલ 5000 હજારથી વધુ પરપ્રાંતીય શ્રમિકો મજુરી અર્થે આવેલા છે જેઓ પોતાના વતન પરત ફરવા માંગે છે તેમાંથી અંદાજે 3600 જેટલા શ્રમિકો મધ્યપ્રદેશના છે આજથી ત્રણ દિવસ સુધી દરરોજ સવારે ટ્રેન મારફત  1200 જેટલા શ્રમિકોને મધ્યપ્રદેશ મોકલવામાં આવશે.આજે વહેલી સવારે મધ્યપ્રદેશ જવા રવાના થયેલી ટ્રેનને પોરબંદરના ધારાસભ્ય અને જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. શ્રમિકોની ટિકિટને લઈ હાલમાં જે વિવાદ ચાલી રહ્યા છે ત્યારે આ તમામ શ્રમિકોની ટિકિટની રકમ મધ્યપ્રદેશ સરકારે જ રેલ્વેને એડવાન્સમા ચુકવી દીધી હોવાનુ ધારાસભ્ય અને જિલ્લા કલેકટર દ્વારા જણાવવામા આવ્યું હતુ.


લોકડાઉનને કારણે છેલ્લા ઘણા દિવસથી પોતાના વતન પરત ફરવા માગતા મધ્યપ્રદેશના તમામ શ્રમિકો માટે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે રીતે તેઓની યાદી બનાવી વતન મોકલાવા જે વ્યવસ્થા કરાઈ છે તેને લઈ તેમજ શ્રમિકોની તમામ ટિકિટની રકમ ચુકવવા બદલ મધ્યપ્રદેશ સરકારનો પણ આ શ્રમિકોએ આભાર માન્યો હતો.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube