કોરોના કહેર વચ્ચે દારૂ પાર્ટી, આણંદમાં 4 યુવતીઓ સહિત 13 નબીરાઓ ઝડપાયા
દેશભરમાં હાલ કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. તેથી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લાવવા માટે દેશના કેટલાક રાજ્યોમાં લોકડાઉન લગાવાયુ છે. ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુ પણ લાગુ કર્યો છે
જપ્તવ્ય યાજ્ઞિક/ આણંદ: દેશભરમાં હાલ કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. તેથી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લાવવા માટે દેશના કેટલાક રાજ્યોમાં લોકડાઉન લગાવાયુ છે. ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુ પણ લાગુ કર્યો છે. ત્યારે કેટલાક લોકો આવી ગંભીર મહામારીમાં પણ પોતોના મોજા શોખ પુરા કરવાનુ છોડતા નથી. આવી જ એક ઘટના આણંદ જિલ્લાના આંકલવ નજીક ફાર્મહાઉસમાં બની હતી, કેટલાક યુવકો અને યુવતિઓ ડ્રિન્ક એન્ડ ડાન્સની મજા માણતા પોલીસના હાથ ઝડપાયા છે.
આણંદ જિલ્લાના આંકલવ ખાતે આવેલા મોટીસંખ્યાળ ગામે રોયલ ફાર્મમાં કેટલાક શખ્સો ભેગા મળી દારૂની મેહફિલ માણી રહ્યાં હોવાની વાત પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ધ્યાને આવી હતી. પોલીસે ફાર્મ હાઉસને કોર્ડન કરી રેઇડ કરી અને આ દરમિયાન 9 યુવકો અને 4 યુવતિઓ ડ્રિન્ક એન્ડ ડાન્સની મજા લેતા ઝડપાયા હતા.
આ પણ વાંચો:- કોરોનાને માત આપવામાં ગુજરાત અગ્રેસર, બીમારી સામે સાજા થતા દર્દીઓમાં સતત વધારો
આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતુ કે, જે સ્થળ ડ્રિન્ક એન્ડ ડાન્સ પાર્ટી ચાલી રહીં હતી તે રોયલ ફાર્મ વડોદરાના વિપુલ અગ્રવાલનુ છે. આ ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સો મોટી સંખ્યામાં ભેગા મળી દારૂ અને ડાન્સની મહેફિલ માણી રહ્યાં હોય તેવી જાણ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ અધિકારીઓને મળી હતી. જેના આધારે ફાર્મ હાઉસમાં રેઇડ કરતા કુલ 13 લોકો મળી આવ્યાં હતા. જેમાં 9 યુવકો અને 4 યુવતિઓ શામેલ છે. પોલીસે ફાર્મ હાઉસમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો અને બીયર મળી આવી હતી.
આ પણ વાંચો:- EX બોયફ્રેન્ડે ન્યૂડ ફોટા મોકલી યુવતીને કરી બદનામ, સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી પાડ્યો
બનાવને પગલે આંકલવ પોલીસે 4 યુવતીઓ સહિત 13 લોકો સામે જાહેરનામા ભંગ અને પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ફાર્મ હાઉસમાંથી મળી આવેલી દારૂની બોટલો તેમજ ફોર વ્હિલ કાર, બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 20 લાખ ઉપરાંતો મુદ્દામાલ કબજે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:- વલસાડમાં ચાલી રહ્યું હતું ટીવી સીરિયલનું શૂટિંગ, અચાનક સ્થાનિકોએ પહોંચી કર્યો હોબાળો
બનાવ સંદર્ભે પોલીસે જણાવ્યું છે કે, ફાર્મ હાઉસમાં ડ્રિન્ક એન્ડ ડાન્સની પાર્ટી માણતા ઝડપાયેલા 13 પૈકી સમિર તિવારી અને શિષીર તિવારી દિલ્હી ખાતે ન્યૂઝ એજન્સી ચલાવે છે. જેથી તેઓ વડોદરા ખાતે સોશિયલ મીડિયા પર ચાલતી ન્યૂઝ ચેનલની એજન્સી લેવા માટે આવ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:- આગામી દિવસોમાં મારું શહેર કોરોના મુક્ત શહેર અભિયાન શરૂ કરાશે: પ્રદીપસિંહ જાડેજા
રોયલ ફાર્મમાં ડ્રિંક એન્ડ ડાન્સ પાર્ટીમાં નીચે મુજબના લોકો પકડાયા
વિજયકુમાર રિશભકુમાર શર્મા
સમીર સુરેશપ્રસાદ તિવારી
પ્રમોદ શંકરલાલ રાજપુત
પરિતોષ સંતોષકુમાર વર્મા
શીશીર સુરેશપ્રસાદ તિવારી
રાજેશભાઇ સામંતભાઇ પઢીયાર (રહે- ટેકરા વિસ્તાર, ચમારા, આંકલાવ)
ખએમરાજ સુરજદીન સોની (રહે – પોપ્યુલર સોસાયટીની બાજુમાં, અમદાવાદ)
રાકેશ રવિકાન્ત સ્થાપર
પુનમભાઇ અંબાલાલ સોલંકી (રહે – ધોધા તલાવડી, આંકલાવ)
મોનીકા નરેશભાઇ રામગોપાલ શર્મા (રહે – અસ્લાલી, શ્રી રામ રેસીડેન્સી, અમદાવાદ)
હેતલ મનુભાઇ શંકરલાલ પરમાર (રહે – બુખારાની પોળ, અમદાવાદ)
સોનલબેન રામભાઇ ગોવિંદભાઇ દાતી (રહે – અંજની હોમ્સ, માણેજા, વડોદરા)
સીમાબેન રાજેશભાઇ તુલસીદાસ મિસ્ત્રી (રહે – મુજમહુડા, ઝુપરપટ્ટી, વડોદરા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube