વલસાડમાં ચાલી રહ્યું હતું ટીવી સીરિયલનું શૂટિંગ, અચાનક સ્થાનિકોએ પહોંચી કર્યો હોબાળો

વલસાડ નજીક આવેલા ચણવઈ ગામમાં આજે ટીવી ચેનલોમાં ચાલતી સીરિયલોના શૂટિંગને લઈને બબાલ થઈ હતી. ગામમાં આવેલા મંગલમ મિડોસ નામની સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ખાનગી ચેનલોમાં ચાલતી બે સીરિયલોનું શૂટિંગ ચાલી રહ્યું હતું

Updated By: May 12, 2021, 07:16 PM IST
વલસાડમાં ચાલી રહ્યું હતું ટીવી સીરિયલનું શૂટિંગ, અચાનક સ્થાનિકોએ પહોંચી કર્યો હોબાળો

ઉમેશ પટેલ/ વલસાડ: વલસાડ નજીક આવેલા ચણવઈ ગામમાં આજે ટીવી ચેનલોમાં ચાલતી સીરિયલોના શૂટિંગને લઈને બબાલ થઈ હતી. ગામમાં આવેલા મંગલમ મિડોસ નામની સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ખાનગી ચેનલોમાં ચાલતી બે સીરિયલોનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જોકે આ સીરિયલના શૂટિંગ માટે 100 થી વધુ લોકો કામ કરી રહ્યા હોવાના કારણે સોસાયટીના અને આસપાસના વિસ્તારમાં રહેતા અને લોકોએ વિરોધ કર્યો હતો અને સીરિયલના ચાલી રહેલા શુટિંગ સ્થળ પર પહોંચી લોકોએ હોબાળો કરી અને અટકાવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે વલસાડ તાલુકાના ચણવઇ ગામમાં મંગલમ મીડોસ નામની એક આકર્ષક સોસાયટી આવેલી છે. જો કે મુંબઈમાં કોરોનાનું પ્રમાણ વધતા ત્યાં સીરિયલના શૂટિંગ બંધ થઈ ગયા છે. આથી હવે એ સીરિયલના શૂટિંગ મુંબઈ નજીક ગુજરાતની કેટલીક જગ્યાએ ચાલી રહ્યા છે. ત્યારે આજે વલસાડ નજીક મંગલમ મિડોસ નામની આ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી 2 સીરિયલના શૂટિંગ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો:- સુરતમાં વાયરસ ડબલ મ્યુટેડ થયો, 10 સેમ્પલમાં મળ્યું કોરોનાનું ગંભીર સ્વરૂપ

આ શૂટિંગમાં સ્પોટ બોય અને અન્ય ક્રુ મેમ્બર અને કલાકારો મળી 100 વધુ લોકો કામ કરી રહ્યા છે. આથી શૂટિંગના સ્થળે ભીડ પણ જામતી હોય છે. આથી કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા જોતા સ્થાનિક લોકોએ શૂટિંગનો વિરોધ કર્યો હતો. સોસાયટીમાં રહેતા અન્ય લોકોની કોઈપણ જાતની સહમતી સંમતિ કે પરવાનગી લીધા વિના જ અહીંયા સીરિયલનું શૂટિંગ ચાલુ કરી દેવામાં આવ્યું હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા.

આ પણ વાંચો:- SURAT: સારી નોકરીની લાલચે ગરીબ બાંગ્લાદેશી કિશોરીઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો

આજે મોટી સંખ્યામાં લોકો શૂટિંગના સ્થળ પર એકઠા થયા હતા અને ચાલતા શૂટિંગને અટકાવ્યું હતું. સીરીયલોના શુટીંગ માટે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લોકોએ વલસાડ પોલીસનો સંપર્ક કર્યો હતો. આથી મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો:- લોન પર વેન્ટીલેટર!!! આવુ તો ગુજરાતમાં જ શક્ય છે, જાણો શું છે વલસાડ જિલ્લાની આ સ્કીમ

આમ વલસાડ નજીક ચનવાઈ ગામમાં ચાલી રહેલા ટીવી સીરિયલના શૂટિંગની લઈ હોબાળો થયો હતો. અને લોકોએ રોષે ભરાયેલા લોકોએ સીરિયલોના શુટિંગને અટકાવતા મામલો ગરમાયો હતો. સ્થાનિક લોકો એ તંત્ર અને પોલીસને આ મામલે જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube