ચેતન પટેલ/સુરત :સુરતની 17 વર્ષીય સ્તુતિ શાહ આજે દીક્ષા લઈને સંયમના માર્ગે જવા નીકળશે. આ માટે તેના પિતાની ઈચ્છા અનુસાર, માસ્ટરબ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારીમાં બેસીને તે દીક્ષા મુહૂર્ત લેવા નીકળી હતી. નાનપુરાથી કૈલાશનગર સુધી તેનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં સોળ શણગાર કરીને સ્તુતિ ફેરારીમાં બેસીને દિક્ષા લેવી નીકળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : રાજકોટ અને કચ્છમાં પાણીના વેગીલા વહેણમાં કાર ફસાઈ


જૈન સમાજનો પવિત્ર ચાર્તમાસનો આરંભ થઈ ગયો છે. આ સાથે જ હવે સંઘ અને ઉપાશ્રયોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારે સુરતમાં આજે 17 વર્ષીય સ્તુતિ શાહ દિક્ષા લેવા જઈ રહી છે. આજે તે સાધ્વી વિનીતયશા મહારાજના ગ્રૂપમાં દિક્ષા ગ્રહણ કરશે. દીક્ષા ગ્રહણ કરતા પહેલા તેને દીક્ષા મુહૂર્ત લેવા જવાનું હતું. જેના માટે માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી મંગાવવામાં આવી હતી. તેના પિતાની ઈચ્છા હતી કે, તેની દીકરી ફેરારીમાં દીક્ષા લેવા જાય. તેથી ખાસ ફેરારી મંગાવવામાં આવી હતી. ફેરારીમાં શણગાર કરીને નીકળેલી સ્તુતિ સોહામણી લાગતી હતી. આ પ્રસંગે તેના સ્વજનો જોડાયા હતા. 


અમદાવાદ : શેરબજારમાં સટ્ટો રમતા દેવાદાર બનેલા પતિથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કરી


ધોરણ-10ની પરીક્ષા પાસ કર્યા બાદ તેણે પોતાના માતાપિતા સામે દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના બાદ માતાપિતાએ પણ તેના આ નિર્ણયનો સ્વીકાર કર્યો હતો. તેના પિતા સુરેશભાઈએ કહ્યું કે, દીકરી દીક્ષા લઈ રહી છે તેનો આનંદ છે. આવા પ્રસંગમાં તમામ સંબંધીઓએ હાજરી આપી છે. મારી ઈચ્છા હતી કે તેની દરેક ઈચ્છા પૂરી કરું. તેથી સચીન તેંડુલકરની ફેરારી લાવવામાં આવી છે. 


Photos : સોમનાથ મંદિરમાં હવે કંઈક નવુ જોવા મળશે, પ્રાચીન વારસાને ફરીથી જીવંત કરાઈ રહ્યો છે 


આજે સંયમના માર્ગે નીકળનાર સ્તુતિ ડાન્સમાં માહેર હતી. ત્રણ વર્ષ પહેલા ગુજરાત રીજન દ્વારા યોજાયેલા ડાન્સ સ્પર્ધામાં તે પ્રથમ ક્રમે આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતના રિયલ એસ્ટેટ ગ્રુપ રાજહંસનાં જયેશ દેસાઈએ સચીન તેંડુલકરની ફેરારી કાર ખરીદી હતી. ૨૦૦૨માં આ ફેરારી સચિન તેંડુલકરને ડોન બ્રેડમેનની 29 સદીની બરાબર કરવા પર ફોમ્યુંલા નંબર ૧ના ડ્રાઈવર માઇકલ સુમારકરનાં હસ્તે અપાય હતી. સ્તુતિના પિતા સુરેશભાઈએ પોતાની ઈચ્છા તેમની સામે વ્યક્ત કરતા તેમણે પોતાની ફેરારી દીક્ષા સમારોહ માટે આપી હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :