ઝી બ્યુરો/રાજકોટ: ખરાબ સ્ત્રીની સંગત એ પુરુષને જીવવાને લાયક રહેવાને છોડતી નથી. જ્યારે આવી જ એક રૂપલલનાની ચુંગાલમાં હનીટ્રેપમાં ફસાઈને જેતપુરના એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવકે જીવ ગુમાવવા સાથે સાથે 25 લાખ રૂપિયા પણ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લાના જેતપુરની કે જ્યાં એક યુવતીના મોહ જાળમાં ફસાઈને યુવકને મૃત્યુ વહાલું કરવું પડયું છે. જેતપુરના અમર નગર રોડ સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતો અને વાંકાનેર નજીકના સરતાનપુર ગામે જેટકોના વાયરમેનની નોકરી કરતાં 38 વર્ષના હર્ષદ વણજારા એ તેના ઘરે ગળેફાંસો ખાઈને મોતને મીઠું કરેલ હતું અને સાથે સાથે એક સ્યુસાઇટ નોટ પણ લખતો ગયો હતો. 


ગુજરાતમાં આ શું થવા બેઠું છે? પરસેવો છોડાવી દે તેવી અંબાલાલ પટેલની 'ઘાતક' આગાહી


જેમાં તેની આત્મહત્યા કરવા પાછળનું કારણ અને વ્યક્તિઓના નામ પણ લખેલ હતા. અને સાથે તેના ભાઈ એ કરેલ ફરિયાદ અનુસાર જેતપુરના રહેવાસી પતિ પત્ની સોનલ રાજુ પરમાર, રાજુ હરિભાઈ પરમાર તથા ઘણફુલીયાના રહેવાસી તેના બનેવી શાંતીલાલના ત્રાસથી હર્ષદભાઈએ આત્મહત્યા કરી લીધાની ફરિયાદ કરી હતી. જે મુજબ GETCOમાં નોકરી કરતા હર્ષદભાઈને સોનલે હનીટ્રેપમાં ફસાવી અને હવે સોનલ તેનો પતિ અને તેનો બનેવી હર્ષદભાઈને બ્લેકમેઇલ કરતાં હતા અને ધીમે ધીમે હર્ષદભાઈ પાસેથી તેવો એ રૂપિયા 25 લાખ પડાવી લીધા હોવાનું સુસાઇડ નોટમાં લખ્યું હતું.


ગુજરાત સહિત આ રાજ્યોમાં વિનાશકારી ભૂકંપનો ખતરો, જોવા મળશે તુર્કી-સીરિયા જેવી તબાહી!


કેટલા સમયથી ચાલતી હતું બ્લેકમેઇલ 
જેટકોના કર્મચારી એવા હર્ષદ વણજારાની આંખ ચોક્કસ કેટલા સમયથી સોનલ સાથે મળી તે જાણી નથી શકાયું પરંતુ સિલસિલો ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે અને 2016 –2017માં બંને વચ્ચે વિવાદ થયો હતો અને જેને લઈને એક સમાધાન પણ થયેલ. જેમાં સમાધાનના ભાગ રૂપે હર્ષદભાઈ એ 4 લાખ રૂપિયા આપેલ હતા. બંને એકબીજાને ભૂલી જવા માટેની વાત નક્કી કરેલ હતી અને તેવોએ અહી સમાધાન કરીને વાતનો અંત કર્યો હતો.


વિદ્યાર્થીની પાસે શિક્ષકે 'I LOVE U' બોલાવ્યાનો આરોપ, રડતા રડતા માતાને જણાવી આપવીતી


2017માં પૂરી થયેલ વાત અને સમાધાન બાદ સોનલ ફરી હર્ષદને ચૂસવાનું શરું કર્યું હતું. જે મુજબ હર્ષદ પાસેથી સોનલે ધીમે ધીમે કરીને રૂપિયા 25 લાખ પડાવી લીધા હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં હતો. સોનલ તેના પતિ રાજૂ અને તેના બનેવી શાન્તીલાલે હર્ષદને વધુને વધુ દબાણ કરવા સાથે બ્લેકમેઇલ કરવાની ધમકી આપવાની શરૂ કરેલ હતી. જે સહન ના થતાં અંતે હર્ષદે મોતને વ્હાલું કર્યું હતું.


WPL 2023: ગુજરાતની 16 દીકરી સાચી લક્ષ્મી બની, ક્રિકેટમાં મહેનત ફળી, હવે કરશે કમાણી


કોણ છે રૂપલલના સોનલ અને તેની કંપની
રૂપલલના સોનલ તેનો પતિ રાજૂ અને તેનો બનેવી શાંતિલાલ આમ તો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતા, પરંતુ જ્યારે પોલીસ પણ સોનલ એન્ડ કંપનીના કારતૂતો બાબતે ઊંડી તપાસ કરી રહી છે અને તેણે કેટલા પુરુષોને નિશાન બનાવ્યા તેની તપાસ કરી રહી છે અને હાલ તો પોલીસે ત્રણેયને ઝડપી લીધા છે.