ઝી મીડિયા/બ્યૂરો :હાલ સમગ્ર વિશ્વમાં હાલ એક જ ચર્ચા છે, કોરોના વાયરસની. આવામાં ગુજરાત પણ કોરોના વાયરસથી પીડિત છે. ત્યારે આ મહામારીમાં ગીરના સિંહો ભૂલાઈ ગયા છે. ગીરના પૂર્વની 2 રેન્જમાં પાછલા 2 મહિનામાં 25 સિંહોના મોત થયા છે. આટલા મોટા આંકડા તરફ હવે સૌનું ધ્યાન ગયું છે. ત્યારે જસાધાર ખાતે જૂનાગઢ ઝુના વેટરનિટી સહિત તમામ ઉચ્ચ અધિકારો દોડતા થઈ ગયા છે. એક સિંહબાળના ભેદી મોત બાદ સમગ્ર વનતંત્ર ઊંધા માથે ફરી રહ્યું છે. નવિભાગે આ વાતને સ્વીકારી છે કે, બે મહિનામાં 25 સિંહોના મોત નિપજ્યા છે. બે દિવસ પહેલા 8 સિંહબાળ અને તેની સાથેના 8 સિંહણોને પણ જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જે પૈકી પણ એક સિંહબાળનું મોત નિપજ્યું છે. હાલ આ ઘટનાને પગલે જુનાગઢના  સક્કરબાગ એનિમલ કેર સેન્ટરમાંથી પણ તબીબોની ટુકડીઓ પણ દોડતી થઈ છે. 


સરકારની ચિંતામાં ઓર વધારો, ગુજરાતના વધુ 2 જિલ્લામાં થઈ કોરોનાની એન્ટ્રી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ, આ મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વિટ કરી છે કે, કેનાઇન ડિસ્ટમ્બરથી મોત થયા છે. તેમણે 18 બીમાર સિંહોને વનવિભાગે પકડ્યાની અને તેને સારવાર બાદ છોડવામાં આવશે તેવુ પણ જણાવ્યું છે. 


સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓ ફી મામલે શિક્ષણ વિભાગની વધુ એક જાહેરાત


વનવિભાગના કહ્યા મુજબ, દર 3 સિંહબાળના જન્મમાં એક સિંહબાળ જ સર્વાઇવ થઈ શકે છે. વનવિભાગ દ્વારા એવો પણ ખુલાસો કરાયો છે કે, એકપણ સિંહ cvdથી નથી મર્યા. સીસીએફ ડી. ટી. વસાવડાએ માહિતી આપતા જણાવ્યું કે, તુલસીશ્યામ રેન્જમાં 17 સિંહના રેસ્કયૂ કર્યા છે. બે બાળ સિંહો બીમાર છે. હિમોગ્લોબીનની તકલીફ છે. આ માહિતી આપતા જ તેઓ ટ્વીટ સાથે સહમત ન હોવાની માહિતી આપી. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર