સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓ ફી મામલે શિક્ષણ વિભાગની વધુ એક જાહેરાત

કોરોનાની મહામારીને કારણે જનજીવન વેરવિખેર થઈ ગયું છે. આવામાં સરકાર દ્વારા લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તેવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે. હાલ અનેક વાલીઓને તેમના સંતાનોના શિક્ષણની ચિંતા સતાવી રહી છે. ત્યારે સ્કૂલોમાં ફી વધારો નહિ થાય તે બાદ ગુજરાતના શિક્ષણ વિભાગે વધુ એક જાહેરાત કરાઈ છે. 
સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓ ફી મામલે શિક્ષણ વિભાગની વધુ એક જાહેરાત

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાની મહામારીને કારણે જનજીવન વેરવિખેર થઈ ગયું છે. આવામાં સરકાર દ્વારા લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તેવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે. હાલ અનેક વાલીઓને તેમના સંતાનોના શિક્ષણની ચિંતા સતાવી રહી છે. ત્યારે સ્કૂલોમાં ફી વધારો નહિ થાય તે બાદ ગુજરાતના શિક્ષણ વિભાગે વધુ એક જાહેરાત કરાઈ છે. 

સરકારની ચિંતામાં ઓર વધારો, ગુજરાતના વધુ 2 જિલ્લામાં થઈ કોરોનાની એન્ટ્રી

ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં COVID-19 રોગચાળાને કારણે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિની અસરોને ધ્યાને લઈ ફી નિયમન સમિતિ (ટેકનિકલ) દ્વારા તમામ સ્વ-નિર્ભર સંસ્થાઓ અને તેમના સંચાલક મંડળોને તેમની વર્ષ ૨૦૧૯-૨૦ની હાલની ફીમાં એટલિસ્ટ વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઈ પણ વધારો ન સૂચવવાની અપીલ કરાઈ હતી. જેના જવાબમાં સ્વનિર્ભર કોલેજ અસોસિયેશન દ્વારા કોઇપણ પ્રકારનો ફી વધારો કરવામાં આવશે નહિ તેવુ કહેવાયું છે. રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીનાં પ્રતિનિધિઓએ પણ આ મામલે સહમતી દાખવી છે. આમ, સ્વનિર્ભર કોલેજ અસોસિયેશનનાં હોદ્દેદારો અને યુનિવર્સીટીનાં પ્રતિનિધિઓના સહકારભર્યા વલણથી વર્ષ ૨૦૨૦-૨૧ માટે નીચે મુજબનું નક્કી કરાયેલ છે.

  • ફી નિયમન સમિતિ (ટેકનિકલ) દ્વારા ફી નકકી કરાતી હોય તેવી તમામ સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓમાં કોઇપણ કોર્સની ફી વર્ષ 2019-20 જેટલી જ રહેશે. એટલે કે 2020-21 પૂરતું  કોઇપણ પ્રકારનો ફી વધારો કરવામાં નહિ આવે.
  • તેમજ યુનિવર્સિટીઓ દ્વારા જે પોગ્રામની ફી, ફી નિયમન સમિતિ (ટેકનીકલ) દ્વારા નિયત કરાતી નથી તેવા પોગ્રામમાં પણ વર્ષ 2020-21 પૂરતું કોઇપણ પ્રકારનો ફી વધારો કરવામાં આવશે નહિ.
  • વિદ્યાર્થી, પોતાના વાલીની આર્થિક અનુકૂળતા મુજબ સેમેસ્ટરની ફી નવેમ્બર દિવાળી પહેલાં, હપ્તેથી પણ ભરી શકશે અને તે માટે કોઇપણ લેટ ફી સંસ્થાઓ કે યુનીવર્સીટીઓ દ્વારા લેવામાં આવશે નહિ.  
  • કોઇપણ સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓ, હયાત કર્મચારીઓને છૂટા કરશે નહિ કે તેમના પગારમાં ઘટાડો કરશે નહિ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news