રાજકોટ: કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ આવ્યાં સામે, કુલ 59 કેસમાંથી 48 જંગલેશ્વર વિસ્તારના
રાજકોટમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. હોટસ્પોટ બની બેઠેલા જંગલેશ્વર વિસ્તારના વધુ 3 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. રાજકોટમાં હવે કોરોનાના કેસનો આંકડો 59 પર પહોંચ્યો છે. 59 કેસમાંથી 48 કેસ તો માત્ર જંગલેશ્વર વિસ્તારના છે. 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે હાલ રાજકોટમાં 44 દર્દીઓ સારવાર હેઠળ છે.
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારના આગેવાન મુન્નાબાપુના પત્નિ સહિત 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટનો પોઝિટિવ કેસનો આંકડો 59 પર પહોંચ્યો છે. 59 કેસમાંથી 48 કેસ તો માત્ર જંગલેશ્વર વિસ્તારના છે. 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે હાલ રાજકોટમાં 44 દર્દીઓ સારવાર હેઠળ છે.
રાજકોટ શહેરમાં આજ રોજ વધુ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટના હોટસ્પોટ એવા જંગલેશ્વર વિસ્તારના વધુ 3 દર્દીના રિપોર્ટ આવ્યા છે જેમાં જંગલેશ્વર વિસ્તારના આગેવાન મુન્નાબાપુના પત્નિ, એક પુરુષ અને એક સગીરનો સમાવેશ થાય છે. મુન્નાબાપુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારજનો અને તેમના સંપર્ક માં આવેલ લોકોને સમરસ હોસ્ટેલ ખાતે ગવર્મેન્ટ ફેસિલિટી ક્વોરોનટિન કરવામાં આવ્યા હતાં. જ્યાં છેલ્લા 3 દિવસથી ક્વોરોનટીનમાં રહેલા લોકોને કોરોના વાયરસના લક્ષણ જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતમાં 80 ટકા દર્દીઓમાં કોરોનાના નથી દેખાતા લક્ષણો, હોમ આઈસોલેશનની જાણો શરતો
જેમાં ગઇકાલે 8 અને આજે 3 પોઝિટિવ રિપોર્ટ આવતા રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 59 પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 59 કેસ પૈકી 48 કેસ એક માત્ર જંગલેશ્વર વિસ્તારના છે અને 59 પૈકી 15 દર્દી રિકવર થતા રજા આપવામાં આવી છે જ્યારે હજુ 44 દર્દી કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જો કે તેમાંથી કોઇ પણ દર્દીની હાલત ગંભીર ન હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે..
સુરત: ચિંતાજનક સમાચાર, નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર
આ બાજુ ગુજરાતની વાત કરીએ તો મંગળવારે રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના કુલ કેસ 3774 હતાં. જેમાંથી 181 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 434 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 2543 અને ત્યારબાદ સુરતમાં 570 જોવા મળ્યાં છે. આ બંને શહેરો હોટસ્પોટ બની રહ્યાં છે. જ્યારે વડોદરામાં 255 અને અને હવે રાજકોટમાં આજે નવા 3 કેસ આવતા કુલ 59 કેસ થયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube