મૌલિક ધામેચા/અમદાવાદ : રૂપિયા કમાવા માટે શોર્ટકર્ટ અપનાવવું 3 યુવક ને ભારે પડ્યું. સરદારનગર પોલીસે ઝડપથી પૈસા કમાવવા માટે વાહન ચોરીનાં રવાડે ચડેલા કરતા 3 આરોપીઓને ઝડપી વધુ ગુનાના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ શરુ કરી છે. સરદારનગરમાં રહેતા અને લોકડાઉન પછી 3 યુવાનોએ ઝડપથી પૈસા કમાવવા માટે શોર્ટકર્ટ અપનાવ્યો અને  મિત્રોએ  વાહનચોરીનાં રવાડે ચડી ગયા. નાની  ઉંમરે પૈસાદાર થવા માટે આ 3 એ યુવક શહેરના અલગ વિસ્તારમાં બાઈક એક્ટિવા અને રીક્ષાની ચોરી કરતા હતા. બાદમાં સસ્તા ભાવે દસ્તાવેજ વગરજ વેચી દેતા. જે કેસમાં સંડોવાયેલા આરોપી  સ્વરૂપ મેઘરનજન, મિતેષ બાબુ બારોટ, સાગર ગોપલાની હાલ પોલીસે ધરપકડ કરી છે. વધુ પુછપરછ શરુ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા યુવાને સુશાંત સિંહની જેમ ઇન્સ્ટા પોસ્ટ મુકી આત્મહત્યા કરી

પ્રાપ્ત માહિતી અનુસાર  ત્રણેય આરોપી પહેલા સરદારનગરમાં એક મકાનમાં ભાડેથી રહેતા અને ત્યારથી આરોપીઓ એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં  અલગ વિસ્તારમાં રહેતા લાગી વાહનચોરી માટે ભેગા થતા. ખાસ પોતાની મોડેશ ઓપરેન્ડી મુજબ  વાહનચોર આ શખ્સો  ચોરી કરવા માટે પહેલા પાર્કિંગ અને જાહેર સ્થળોમાં પોતાના વાહન સાથે રાખી રેકી કરતા હતા. બાદમાં વાહન ચાલક વાહન મૂકીને કામે જાય ત્યારે તે વાહનનું લોક તોડી ચોરી કરી ફરાર થઇ જતા. એટલું નહી છેલ્લા છ માસમાં એક ડઝન જેટલા વાહનો ચોરી કર્યાનો આરોપ લાગ્યો છે. ચોરી કરેલા વાહનો આરોપીઓ વગર દસ્તાવેજથી સસ્તા ભાવે વેચી મારતા હતા.


ચોમાસુ: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર, પાણીમાં તણાયેલા ત્રણેય મૃતદેહ મળ્યા

હાલ તો પોલીસે આરોપી પાસેથી શહેરના અલગ વિસ્તારમાંથી ચોરી કરેલ 4 એક્ટિવા 2 રીક્ષા કબ્જે કર્યા છે. આમ ઝડપથી પૈસા કમાવવા માટે આ 3 એ યુવાન આરોપી એ ચોરી કરવાનો ઉપાય અજમાવ્યો પણ આજ ઉપાય તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. ત્યારે આરોપીની પુછપરછમાં વધુ વાહનચોરીના કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે બહાર આવી શકે છે. સાથે જ ચોરીનાં વાહનો અગાઉ કેટલા કોને વહેચ્યા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર