વડોદરા: આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા યુવાને સુશાંત સિંહની જેમ ઇન્સ્ટા પોસ્ટ મુકી આત્મહત્યા કરી

શહેરના ગોત્રી વિસ્તારમાં અમેરિકાની એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા યુવાને બુધવારે મોડી રાત્રે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જો કે આપઘાતનુ કારણ હજી જાણવા મળ્યું નથી. યુવાને આપઘાત કરતા પહેલા પોતાની કેટલીક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. એકના એક પુત્રએ આત્મહત્યા કરતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હતું. પાંચ મહિના પછી ડિસેમ્બરમાં તેના લગ્ન પણ હતા.

Updated By: Jul 9, 2020, 11:02 PM IST
વડોદરા: આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા યુવાને સુશાંત સિંહની જેમ ઇન્સ્ટા પોસ્ટ મુકી આત્મહત્યા કરી

વડોદરા : શહેરના ગોત્રી વિસ્તારમાં અમેરિકાની એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા યુવાને બુધવારે મોડી રાત્રે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જો કે આપઘાતનુ કારણ હજી જાણવા મળ્યું નથી. યુવાને આપઘાત કરતા પહેલા પોતાની કેટલીક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. એકના એક પુત્રએ આત્મહત્યા કરતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હતું. પાંચ મહિના પછી ડિસેમ્બરમાં તેના લગ્ન પણ હતા.

અહો આશ્ચર્યમ ! ભચાઉમાં વરસાદની સાથે સાથે માછલીઓનો પણ વરસાદ થયો

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર ભદ્રલોક એપાર્ટમેન્ટમાં મિત પટેલ માતા અને પિતા સાથે રહે છે. એક મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. બુધવારે રાત્રે પંખા સાથે દોરી બાંધીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. જો કે તે અગાઉ તેણે પોતાની કેટલીક તસ્વીરો ઇન્સટાગ્રામ પર શેર કરી હતી. જો કે ફિયોન્સી અને મિત્રોએ સવારે મિતના ઇન્સ્ટાગ્રામ પર મિતે મુકેલી તસવીર જોઇને ચોંકી ઉઠ્યા હતા. તત્કાલ ફોન પર તેનો સંપર્ક કરતા તેનો જવાબ મળ્યો નહોતો. જેથી મિતની માતાનો સંપર્ક કર્યો હતો. 

ગુજરાતના 4 IPS અધિકારીઓને DGP તરીકેને બઢતી મળશે, આગામી દિવસોમાં ઓર્ડર સોંપાશે

મિતની માતાએ જણાવ્યું કે, મિત દરવાજો ખોલતો નથી. જવાબ સાંભળી મિત્રો તુરંત તેના ઘરે ગયા હતા. દરવાજો ખખડાવવા છતા નહી ખુલતા દરવાજો તોડી નાખ્યો હતો. જો કે દરવાજો ખુલ્યો ત્યારે ઘણુ મોડુ થઇ ચુક્યું હતું. મિતના જીવનનો દરવાજો વસાઇ ચુક્યો હતો. તત્કાલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને કબ્જે લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે મિતનાં આપઘાતનું કારણ હજી પણ અકબંધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર