સુરતમાં કોરોના વાયરસના નવા 30 કેસ નોંધાયા, એક વ્યક્તિનું મૃત્યુ
આ નવા કેસની સાથે સુરતમાં કોરોના પીડિતોની સંખ્યા 1350 પર પહોંચી છે. તો સુરતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 62 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ચેતન પટેલ/સુરતઃ એક તરફ લૉકડાઉન 4.0માં ઘણી છૂટછાટો મળી છે પરંતુ બીજીતરફ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ છે. સુરતમાં આજે કુલ 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. આમ સુરતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1350 પર પહોંચી ગઈ છે.
આજે નવા કુલ 30 કેસ નોંધાયા
સુરતમાં કોરોના વાયરસના નવા 30 કેસ નોંધાયા છે. તો એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ દર્દીઓ જોવા મળી રહ્યાં છે. આ નવા કેસની સાથે સુરતમાં કોરોના પીડિતોની સંખ્યા 1350 પર પહોંચી છે. તો સુરતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 62 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સમગ્ર જિલ્લામાં સારવાર બાદ 897 દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.
સુરતમાં સિક્યોરિટી ગાર્ડને માર મારનાર બંન્ને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા
શું છે રાજ્યમાં કોરોનાની સ્થિતિ
સમગ્ર ગુજરાતમાં કોરોનાની વાત કરવામાં આવે તો સંક્રમિતોની સંખ્યા 14 હજારને પાર પહોંચી ગઈ છે. માત્ર અમદાવાદમાં જ 10 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. તો રાજ્યભરમાં અત્યાર સુધી કોરોનાને કારણે 858 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ 6412 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube