સુરતમાં સિક્યોરિટી ગાર્ડને માર મારનાર બંન્ને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા


સુરતના ગુંડાગીરી કરતો પોલીસનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં બે પોલીસ જવાને એક સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. હવે બંન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

સુરતમાં સિક્યોરિટી ગાર્ડને માર મારનાર બંન્ને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા

ચેતન પટેલ/સુરતઃ સુરતમાં ગત મોડી રાત્રે અલથાણ વિસ્તારમાં એક શોપિંગ સેન્ટરની બહાર સિક્યોરિટી ગાર્ડને બે પોલીસકર્મીએ ડંડાથી માર માર્યો હતો. હવે આ ઘટનામાં પોલીસ કમિશનર દ્વારા મોટા પગલાં ભરવામાં આવ્યા છે. સિક્યોરિટી ગાર્ડને માર મારનાર બંન્ને પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગત મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બે પોલીસકર્મીએ શોપિંગ સેન્ટરના વોચમેનને લાકડીઓ વડે માર માર્યો હતો. ત્યારબાદ આ ઘટના ત્યાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

વોચમેનને દંડા વડે ફટકાર્યો
વોચમેનને માર મારતો વીડિયો સીસીટીવીમાં કેદ થયા બાદ વાયરલ થયો હતો. આ વીડિયોમાં બે પોલીસકર્મી ડંડા વડે વોચમેનને ફટકારી રહ્યાં હતા. તેને આશરે 12 ડંડા મારવામાં આવ્યા હતા. રાત્રીના પેટ્રોલિંગ સમયે પોલીસે તેને રોક્યો હતો. ત્યારબાદ એક પોલીસ જવાન તેને પકડી રાખે છે જ્યારે બીજો તેને ડંડા ફટકારે છે. સિક્યોરિટી જવાનના હાથ પણ ઉંચા રખાવવામાં આવે છે. 

કોરોના મુદ્દે કોંગ્રેસે ફરીથી ગુજરાત સરકાર પર સાધ્યુ નિશાન, જાણો શું કહ્યું?

આ ભોગ બનનાર વોચમેનનું નામ તેજબહાદૂર યાદવ હતું અને તે સંકલ્પ શોપિંગ સેન્ટરમાં કામ કરે છે. તે મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરનો વતની છે. તેણે કહ્યું કે, મને કોઈપણ કારણ વગર પોલીસે માર માર્યો છે. મારો કોઈ વાક નથી. હું છેલ્લા બે દિવસથી દવા કરી રહ્યો છું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news