અમદાવાદ : વસ્ત્રાપુર લેક નજીક આવેલા આમ્રપાલી લેકવ્યૂ બિલ્ડિંગમાં ચાલતા સ્પામાં વસ્ત્રાપુર પોલીસે રેડ કરી હતી. આંતરરાજ્ય અને વિદેશમાંથી આવેલી 5 યુવતીઓને છોડાવવામાં આવી હતી. આંતરરાજ્ય અને વિદેશથી આવેલી 5 યુવતીઓને છોડાવવામાં આવી હતી. જ્યારે સ્પાના માલિક, મેનેજર અને સંચાલક સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કે. ડિવિઝન એસીપી એમ.એ પટેલને મળેલી બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસની ટીમે બુધવારે ધ રિટ્ઝ વેલનેસ સ્પામાં દરોડો પાડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: સોસાયટીમાં રમતા બાળકનું ટેમ્પોની અડફેટે મોત, પાડોશી ડ્રાઇવર ફરાર
બાતમીનાં આધારે પોલીસે પાડેલા દરોડામાં સ્પાના મેનેજર દિલીપ ભૂપતસિંહ ઠાકોર (રહે. ચાંદખેડા), વિશાલ શંકરલાલ પટેલ (રહે. ચાંદખેડા) તેમજ સ્પા સંચાલક તથા માલિક સમીર રામાનુજ (રહે. ગોતા) અને કેતન નરેન્દ્રભાઇ પરમાર (રહે. દાણીલીમડા) ની સામે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેટળ ગુનો નોંધ્યો હતો. ઉપરાંત પોલીસ દ્વારા 5 વિદેશી યુવતીઓને છોડાવવામાં આવી હતી.


અમદાવાદ આવતી ફ્લાઇટનાં પેસેન્જરને એટેક આવતા ઇન્દોરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું
બોગસ ગ્રાહકને મોકલી પોલીસે છટકુ ગોઠવ્યું
મળતી માહિતી અનુસાર પોલીસે વાસ્તવિકતા જાણવા માટે એખ બોગસ ગ્રાહક તૈયાર કર્યો હતો. તેને પૈસા આપી ચલણીનોટોના નંબર પહેલાથી જ લખી લેવામાં આવ્યા હતા. ત્યાર બાગ બોગસ ગ્રાહક સ્પામાં ગયો હતો અને પૈસા આપ્યા બાદ રૂમમાં ગયો હતો. જ્યાં તેને વેશ્યાવૃતી થઇ રહી હોવાની પૃષ્ટી મળતાની સાથે જ પોલીસ દ્વારા સ્પામાં રેડ પાડવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube