હાર્દિક દીક્ષિત/વડોદરા: વડોદરા શહેરને સંસ્કારી નગરી કેહવામા આવે છે એટલા માટે જ આ શહેરમાં દરેક તહેવાર તેમજ ધાર્મિક પ્રસંગો ની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. વડોદરા પોતાની સાંસ્કૃતિક છબી ને કારણે અલગ તરી આવે છે ત્યારે અહી દર વર્ષે અષાઢી બિજ ના દિવસે ભગવાન જગન્નાથ જી ની ભવ્ય રથ યાત્રા નું આયોજન કરવામાં આવે છે. આજરોજ વડોદરા શહેર ખાતે ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા 42 મી રથ યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ની સંખ્યા માં ભાવિ ભક્તો જોડાયા હતા તેમજ જય જગન્નાથ ના નાદ સાથે શહેર ના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરિયાપુર પાસે દુર્ઘટના; રથયાત્રાના રૂટ પર મકાનની છત ધરાશાયી, જુઓ દુર્ઘટના LIVE VIDEO


વડોદરા શહેર ના રેલવે સ્ટેશન ખાતે થી બપોરે ત્રણ વાગ્યે ભગવાન જગન્નાથ જી ની ભવ્ય રથ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ધીરેધીરે રથ યાત્રા કાલાઘોડા તરફ આગળ વધી હતી દરમિયાન એમ.એસ યુનિવર્સિટી ની બિલકુલ બહાર જ રથ યાત્રા ને મોટું વિઘ્ન નડ્યું હતું. એક તરફ હજારોની સંખ્યામાં ઉમટેલા ભાવિ ભક્તો ધન્યતા અનુભવવા માટે દોરડા વળે રથ ખેંચવાનો લ્હાવો ચૂકવા નહોતા માંગતા તેવામાં અચાનક જ રથ ખેંચવા માટેના મજબૂત દોરડાના બે ટુકડા થઈ ગયા હતા.


અંબાલાલ પટેલની વધુ એક આગાહી;આ વર્ષે દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે કેવું રહેશે ચોમાસું?


રથ ખેંચવાનું દોરડું ભલે તૂટ્યું હોય પરંતુ રથયાત્રામાં અતૂટ શ્રધ્ધા સાથે જોડાયેલા ભક્તોની આસ્થા નહોતી તૂટી. ભક્તોએ દોરડું તૂટતાંની સાથે જ રથ ન રોકાય તેના માટે ત્વરિત માનવ સાંકળ રચી હતી અને રથને આગળ ધપાવી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી હતી.


ભગવાનનો રથ ખેંચવાથી જન્મ-મરણના ચક્રમાંથી મળે મુક્તિ, 100 યજ્ઞનું મળે છે પુણ્ય


ઉલ્લેખનીય છે કે એમ એસ યુનિવર્સિટી પાસે ચાલુ યાત્રામાં જ અચાનક રથનું દોરડું તૂટતાં રથને જોરદાર ઝટકો વાગ્યો હતો. જેના કારણે ભગવાન સાથે રથમાં સવાર આગેવાનો તેમજ ભક્તોના જીવ તાળવે ચોંટયા હતા. પરંતુ જગતના નાથ એવા જગન્નાથની કૃપાથી કોઈને પણ ઇજા પહોંચી નહોતી.


શક્તિસિંહ ગોહિલની યદયાત્રામા જવું ભારે પડ્યું! પાર્ટીએ આ નેતાને તમામ પદ પરથી હટાવ્યા


શહેરમાં ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે નીકળેલી ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રામાં શહેરના નાગરિકો સહિત વિદેશી ભક્તો પણ જોડાયા હતા. મેયર સહિતના પદાધિકારીઓએ સુવર્ણ ઝાડુથી યાત્રાનો માર્ગ સાફ કર્યો હતો અને બાદમાં રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


લગ્ન કરવામાં પડી રહ્યા છે ડખા તો ગભરાશો નહી, અજમાવો આ ઉપાય, બધું થાળે પડી જશે


ઉલેખનીય છે કે વર્ષમાં માત્ર એક વખત જ્યારે ભગવાન જગન્નાથ ભક્તો ને દર્શન આપવા માટે નગર ચર્યા એ નીકળતા હોય છે ત્યારે ભગવાન ની એક ઝલક જોવા માટે હજારો ભક્તો રાજમાર્ગ પર ઉતરી આવતા હોય છે.જેથી જ રાજમાર્ગો પરના ભક્તો માટે 35 ટન શીરાના પ્રસાદ ની પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીના રથને કલાકારોએ ભાતીગળ રંગોથી  દૈદીપ્યમાન કર્યો હતો ત્યારે આ રથ એ પોતાનું આગવું આકર્ષણ જમાવ્યું હતું.