શક્તિસિંહ ગોહિલની યદયાત્રામાં જવું ભારે પડ્યું! પાર્ટીએ આ નેતાને તમામ પદ પરથી હટાવી દીધા

Rajkot News: .બે દિવસ અગાઉ વશરામ સાગઠિયા ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં જોવા મળ્યા હતા. અને તેમનો વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી.

શક્તિસિંહ ગોહિલની યદયાત્રામાં જવું ભારે પડ્યું! પાર્ટીએ આ નેતાને તમામ પદ પરથી હટાવી દીધા

Rajkot News: રાજકોટ AAPના નેતા વશરામ સાગઠીયાનો એક વીડિયો વાયરલ થયો હતો, આ વીડિયો બાદ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાને પાર્ટીએ બરતરફ કર્યા છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ વશરામ સાગઠિયાને તમામ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જી હા...બે દિવસ અગાઉ વશરામ સાગઠિયા ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં જોવા મળ્યા હતા. અને તેમનો વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી.

આમ આદમી પાર્ટીમાંથી બરતરફ કરાયા બાદ વશરામ સાગઠિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મેં 18 તારીખે રાજીનામુ આપ્યુ હતુ. ઈશુદાન ગઢવીને વ્હોટ્એપ પર રાજીનામુ આપ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, વશરામ સાગઠિયાએ AAP માંથી રાજકોટ ગ્રામ્યમાં ચૂંટણી પણ લડી હતી. વશરામ સાગઠિયાએ 18 તારીખે રાજીનામું આપી દીધા હોવાનો દાવો કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?
રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના પદગ્રહણમાં પહોંચ્યા હતા. ગત 18 જૂનના રોજ ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખની ગાંધી આશ્રમથી પાલડી સુધીની પદયાત્રા યોજાઈ હતી. જેમાં શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં AAPના નેતા વશરામ સાગઠિયા હાજર રહેતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા હતા.

તમને જણાવી દઈએ કે વશરામ સાગઠીયાએ કૉંગેસ છોડી AAPની ટોપી પહેરી છે. ત્યારે ફરી એકવાર શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ તરીકે આવતા સાગઠીયા તેમની સાથે દેખાતા રાજકારણ અટકળો તેજ બની ગઈ હતી. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો સાથે વશરામ સાગઠીયા દેખાતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.

સાગઠિયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ 
આપને જણાવી દઈએ કે, AAP નેતા વશરામ સાગઠિયા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાતા તેઓ પણ તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે, થોડા મહિનાઓ બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા અને વશરામ સાગઠિયા હજુ પણ આમ આદમી પાર્ટીમાં જ છે.

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની યાત્રામાં દેખાયા AAPના નેતા વશરામ સાગઠિયા, VIDEO વાયરલ

કોણ છે વશરામ સાગઠિયા?
રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વશરામ સાગઠિયા મૂળ બોટાદના પાળીયાદ ગામનો રહેવાસી છે. દલિત આગેવાન તરીકેની છાપ ધરાવે છે. વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલા તેઓ કોંગ્રસમાં હતા અને આ જ બેઠક પરથી પાતળી સરસાઇથી તેઓ ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા. વશરામ સાગઠિયા હાલમાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે. તેઓ અગાઉ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news