Ambalal Patel forecast: અંબાલાલ પટેલની વધુ એક આગાહી; આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે કેવું રહેશે ચોમાસું?

Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોમાં બિપોરજોય વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે, 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. 

Ambalal Patel forecast: અંબાલાલ પટેલની વધુ એક આગાહી; આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે કેવું રહેશે ચોમાસું?

Meteorologist Ambalal Patel's forecast: ગુજરાતમાં ભૂકંપની આગાહી કરીને જાણીતા થયેલા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈને વધુ એક આગાહી સામે આવી છે. તેમણે જણાવી દીધું છે કે, દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે, ગુજરાતમાં 27થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે. 

ચોમાસું ક્યારે આવશે 
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોમાં બિપોરજોય વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે, 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પેટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે. 

વાવેતર કરેલા પાકમાં કાતરા પાડવાની શક્યતા
અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આગામી 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે. પરંતુ આ વચ્ચે તેમણે ગુજરાત પર વધુ એક સંકટની આગાહી કરી છે. અંબાલાલ કાકાએ એવી આગાહી કરી કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે. 

જૂન અને જુલાઈ ગુજરાતના અતિભારે વરસાદ પડશે: અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 27 થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતના અતિભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

ગુજરાતના જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે
અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે, જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે સહાય રૂપ રહેશે. ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની શક્યતા છે. વરસાદને લઈ જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે. 

વરસાદથી ઉત્તર ગુજરાત બેહાલ
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. એને લઇને ગત ગુરુવાર રાતથી પાટણ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વરસાદ પડી રહ્યો હતો. પાટણ જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સંતાલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, અનેક ઝાડ ધરાશાયી થયાં હતા.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ, દિયોદર અને સુઇગામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો હતો. એને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. પાટણમાં ભારે વરસાદના કારણે આજે ચારણકામાં આવેલા ગુજરાતના સૌથી મોટા સોલાર પ્લાન્ટમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ-દિલ્હી નેશનલ હાઈવે પર પણ પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news