5 રાજ્યોનો ગુજરાતમાંના પરપ્રાંતીયોઓને સ્વીકારવાનો ઈન્કાર, યુપી સરકારે બસોને એન્ટ્રી જ ન આપી
કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં જવાની છૂટછાટ આપતા લોકોમાં હરખાયા છે. ગુજરાતમાં સૌથી વધુ માઈગ્રન્ટ્સ સુરત શહેરમાં છે. ત્યારે સુરતથી યુપી પોતાના વતન જવા નીકળેલા શ્રમિકોની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ હતી. આ શ્રમિકો વતન જવા તો નીકળ્યા હતા, પણ યુપીમાં તેમની બસને એન્ટ્રી આપવામાં ન આવી. યુપી સરકાર દ્વારા કેટલીક બસોને ગુજરાત રિટર્ન કરવામાં આવી છે. આ કારણથી શ્રમિકોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું છે. કારણ કે, એક-એક શ્રમિકે 2 થી 4 હજાર વતન જવા માટે ચૂકવ્યા હતા.
તેજશ મોદી/સુરત :કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં જવાની છૂટછાટ આપતા લોકોમાં હરખાયા છે. ગુજરાતમાં સૌથી વધુ માઈગ્રન્ટ્સ સુરત શહેરમાં છે. ત્યારે સુરતથી યુપી પોતાના વતન જવા નીકળેલા શ્રમિકોની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ હતી. આ શ્રમિકો વતન જવા તો નીકળ્યા હતા, પણ યુપીમાં તેમની બસને એન્ટ્રી આપવામાં ન આવી. યુપી સરકાર દ્વારા કેટલીક બસોને ગુજરાત રિટર્ન કરવામાં આવી છે. આ કારણથી શ્રમિકોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું છે. કારણ કે, એક-એક શ્રમિકે 2 થી 4 હજાર વતન જવા માટે ચૂકવ્યા હતા.
કેન્દ્ર સરકારનો મોટો લોચો, માત્ર એક એક્ટિવ કેસ છતાં જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં મૂક્યું
તો બીજી તરફ, બે દિવસમાં સુરત છોડવાનો આદેશ આપતા પોલીસના વીડિયો વાયરલ થયા છે. વીડિયોમાં સુરત જિલ્લા પોલીસ ચેતવણી આપી રહી છે. આ કારણે પરપ્રાંતિઓમાં અફવા ફેલાઈ છે. વીડિયોમાં કહેવાઈ રહ્યું છે કે, બે દિવસ બાદ કોઈને જવા દેવામાં નહિ. વધારે રૂપિયા આપીને પણ પરપ્રાંતીયો વતન લોકો ચાલ્યા જાય. બે દિવસ બાદ ઘરની બહાર નહીં જવા દેવાય. જમવાનું આપવાનું પણ બંધ કરવામાં આવ્યું. જે ગાડી મળે તેમ વતન જવાનું ફરમાન કરાયું. આ બીકને માર્યે લોકો ટેમ્પો, ટ્રકમાં બેસીને વતન તરફ જવા રવાના થયા છે.
અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરાઈ
મજૂરોને સ્વીકારવાનો ઈનકાર
ગુજરાતમાં ઉદ્યોગ ધંધા હોવાથી અહી બીજા રાજ્યોના અનેક કારીગરો આવીને વસે છે. ત્યારે લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ આ શ્રમિકો અને કારીગરો પોતાના વતન જવા માંગે છે. પરંતુ ગુજરાતના ફસાયેલા પરપ્રાંતીયોને 5 રાજ્યોએ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને યુપી સરકારે કહ્યું કે, પ્રવેશનો શિડ્યુલ નક્કી થયા પછી જણાવીશું. તો બિહાર અને પશ્ચિમ બંગાળે તો હમણા કોઈને ન મોકલવાનું સ્પષ્ટ જણાવી દીધું છે. આ પાંચ રાજ્યોએ ગુજરાતને જણાવ્યું કે, હજુ તેમનુ સ્થાનિક તંત્ર ગોઠવાયુ નથી. તેથી ગુજરાતમાં કોઈને મુવમેન્ટ ન કરવી. તો દિલ્હી, યુપી અને મહારાષ્ટ્રએ કહ્યું કે, કયા સ્ટેટના નાગરિકોને ક્યારે પ્રવેશ આપવો તે વિશે ચર્ચા ચાલી રહી છે, શિડ્યુલ નક્કી થયા બાદ જ અમે જાણ કરી શકીશું.
ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં 5 લાખ જેટલા કામદારો પોતાના વતનમાં પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર