51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ; મુસાફરોને ફીમાં અંબાજી લાવવા ST વિભાગનું મોટું આયોજન
વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ખાતે આજથી પાંચ દિવસ માટે 51 શક્તિપીઠની પરિક્રમાનો શુભારંભ કરાયો છે જેને લઈને લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી આવતા મુસફરોને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્ર અને અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા ઉભી કરાઇ છે.
અલકેશ રાવ/બનાસકાંઠા: આજથી અંબાજી ખાતે 51 શક્તિપીઠની પાંચ દિવસીય પરિક્રમાની શરૂઆત કરાઈ છે. જ્યાં લાખો ભક્તો 51 શક્તિપીઠની પરિક્રમા માટે પહોંચી રહ્યા હોવાથી એસટી વિભાગ દ્વારા તમામ મુસાફરોને બિલકુલ મફત અંબાજી લાવવા માટે 2500 જેટલી બસો મુકવામાં આવી છે અને મુસાફરોને મફત અંબાજી લાવવામાં આવી રહ્યા છે.
દાયકાઓ પહેલાં લીવઈનમાં રહી આ હીરોઈને મચાવેલો હડકંપ! કોંગ્રેસના નેતા સાથે હતુ સેટિંગ!
વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ખાતે આજથી પાંચ દિવસ માટે 51 શક્તિપીઠની પરિક્રમાનો શુભારંભ કરાયો છે જેને લઈને લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી આવતા મુસફરોને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્ર અને અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા ઉભી કરાઇ છે જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગરના ભક્તો માટે 2500 બસો મુકવામાં આવી છે જે બસોની અંદર અંબાજી આવતા તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે બસમાં મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેથી અનેક ગામડાઓ અને જિલ્લાઓ માંથી મોટી સંખ્યામાં લોકો અંબાજ આવી રહ્યા છે.
STમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર! મુસાફરોને હવે નવી બસોમાં મળશે નવી સુવિધાઓ!
એસટી બસમાં અંબાજી સુધી મુસાફરોને મફત લવાયા બાદ તેમને ગબ્બર ખાતે આવેલ 51 શક્તિપીઠ પ્રરિક્રમાં સ્થળે મીની બસોની અંદર બેસાડીને મફત લઈ જવાઇ રહ્યા છે તો મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે આરામની પણ સુવિધા ઉભી કરાઈ છે. જોકે ભક્તો પાસેથી અંબાજી આવવા માટે કોઈ જ ભાડું લેવામાં આવતું નથી અને ભક્તોનું ભાડામાં 50 ટકા એસટી વિભાગ, 25 ટકા અંબાજી ટેમ્પલ અને 25 ટકા વિવિધ સહકારી અને સામાજિક સંસ્થાઓ ભોગવી રહી છે. જેથી મોટી સંખ્યામાં ભક્તો 51 શક્તિપીઠની પ્રરિક્રમાં કરવા આવી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે અને એસટી વિભાગ અને તંત્રનો આભાર માની રહ્યા છે.
અમિત શાહે કેમ કર્યા 'કાંતારા'ના વખાણ? ફિલ્મ વિશેના નિવેદનનો વીડિયો થઈ ગયો વાયરલ
આગામી 5 દિવસના શું છે કાર્યક્રમ
- 13 ફેબ્રુઆરીના રોજ ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે!
અરવલ્લીના ખેડૂતનો દેશી જુગાડ કામ કરી ગયો, જાતે બનાવી સેલિબ્રિટી જેવી કેમ્પર વેન
ડાયરની રંગત
- 14 ના રોજ પાર્થિવ ગોહિલ ભક્તિ સંગીતથી જમાવટ કરશે
- તા.15 ના રોજ સાંઇરામ દવે પોતાની આગવી છટા સાથે પર્ફોમ કરશે
- તા. 16 ફેબ્રુઆરીના રોજ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ સંગીતથી ભાવિકોને મંત્રમુગ્ધ કરશે રસની રમઝટ બોલવાશે.