ચેતન પટેલ, સુરતઃ સુરત શહેર અને ગ્રામ્યમાં કોરોના વાયરસ (Corona Virus)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં કોરોનાના 251 કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે ચાર લોકોના મૃત્યુ થયા છે. કોરોનાના દર્દીઓને બચાવવા માટે પ્લાઝમા ઉપયોગી થઈ રહ્યું છે. કોરોનાની સારવારથી રિકવર થયેલ વ્યક્તિ પોતાના પ્લાઝમા ડોનેટ કરે છે. ત્યારબાદ આ પ્લાઝમાનો ઉપયોગ અન્ય કોરોના દર્દીઓની સારવારમાં કરવામાં આવે છે. પ્લાઝમા ડોનેટ કરવા બાબતે પણ સુરતીઓ આગળ જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લાઝમા ડોનેટ કરવામાં સુરતીઓ અવ્વલ
સુરતમાં અત્યાર સુધી 514 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. ગુજરાતના એક શહેરમાં પ્લાઝમા ડોનેટનો આ સૌથી મોટો આંકડો છે. હીરામાં કામ કરનારા રત્ન કલાકારોએ પ્લાઝમા ડોનેટ કરીને હીર ઝળકાવ્યું છે. સુરત શહેરની યુનિક જેમ્સ કંપનીના 41 રત્ન કલાકારોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. તો આગામી સમયમાં વધુ 25 રત્ન કલાકારો પ્લાઝમા ડોનેટ કરવાના છે. સ્મીમેર હોસ્પિટલમાં 289 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા તો 479 લોકોએ ઈશ્યૂ કર્યાં છે. સિવિલમાં 140 ડોનેટ થયા તો 308 ઈશ્યૂ થયા છે. લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં 80 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યાં છે. 


સુરત : જ્યોતિષાચાર્યના રાશિફળ પુસ્તકનું જાપાનમાં ધૂમ વેચાણ 


શું છે પ્લાઝ્મા થેરાપી
જો કોઈ વ્યક્તિ કોરોના વાયરસના સંક્રમણથી સ્વસ્થય થઈ જાય છે. તો તેના શરીરમાં આ વાયરસને બે અસર કરતી એન્ટીબોડીઝ (Antibodies) બની જાય છે. આ એન્ટીબોડીઝની મદદથી વાયરસથી સંક્રમિત બીજા દર્દીઓના શરીરમાં હાજર કોરોના વાયરસને નષ્ટ કરી શકાય છે.


નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોઈ દર્દીના સ્વસ્થ થયાના 14 દિવસ બાદ તેના શરીરથી એન્ટીબોડીઝ લઈ શકાય છે. આ પ્રક્રિયામાં સ્વસ્થ થયેલા દર્દીના શરીમાંથી લોહી કાઢવામાં આવે છે. લોહીમાં હાજર એન્ટીબોડીઝ માત્ર પ્લાઝ્મામાં હોય છે. એટલા માટે લોહીથી પ્લાઝ્મા અલગ કરી બાકીનું લોહી ફરી દર્દીના શરીરમાં પરત ચઢાવવામાં આવે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube