સુરત : જ્યોતિષાચાર્યના રાશિફળ પુસ્તકનું જાપાનમાં ધૂમ વેચાણ

જાપાનીઝ ભાષામાં ભાષાંતર કરાયેલા સુરતના જ્યોતિષ આચાર્ય દેવવ્રત કશ્યપના રાશિફળનું પુસ્તક જાપાનના એમેઝોનમાં ટોપ-10 પુસ્તકોની સેલિંગમાં યાદીમાં સામેલ થયું છે. 

સુરત : જ્યોતિષાચાર્યના રાશિફળ પુસ્તકનું જાપાનમાં ધૂમ વેચાણ

ચેતન પટેલ/સુરત :જ્યોતિષશાસ્ત્ર એ આપણા જીવનનો ભાગ છે. ભારતમાં લગ્ન હોય કે દુકાનનું ઓપનિંગ, દરેક સારા-નસરા પ્રસંગોમાં, લગ્નમાં જ્યોતિષશાસ્ત્રનો મોટો રોલ રહેલો છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લોકો પોતાનો શુભ કાર્યનો પ્રારંભ કરે છે અને પોતાના ભવિષ્ય અંગે માહિતી મેળવતા હોય છે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ભારતના અતિ પ્રાચીન શાસ્ત્ર હવે જાપાનમાં પણ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. ગુજરાતના એક જ્યોતિષાચાર્ય દ્વારા લખાયેલા રાશિફળને જાપાનમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જાપાનીઝ ભાષામાં ભાષાંતર કરાયેલા સુરતના જ્યોતિષ આચાર્ય દેવવ્રત કશ્યપના રાશિફળનું પુસ્તક જાપાનના એમેઝોનમાં ટોપ-10 પુસ્તકોની સેલિંગમાં યાદીમાં સામેલ થયું છે. 

જાપાનના લોકો પણ હવે ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ મૂકતા થઇ ગયા છે. જાપાનમાં પહેલીવાર જાપાનીઝ ભાષામાં ભારતીય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશિફળનું પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવી છે. સૌથી અગત્યની વાત એ છે કે, આ રાશિફળ સુરતના પ્રખ્યાત જ્યોતિષ આચાર્ય દેવવ્રત કશ્યપ દ્વારા લખાયેલું છે. આ રાશિફળ પુસ્તકનું નામ' રાશિ ઉરાનાઈ ' છે. જેની ઉપર હવે જાપાનના લોકો ખૂબ જ ભરોસો કરી ગયા છે. આજ કારણ છે કે, ઓનલાઇન વેચાણમાં પણ આ પુસ્તક જાપાનમાં ધૂમ મચાવી રહ્યું છે. 

ગોંડલ અંડરપાસમાં ફસાયેલી બસને માંડમાંડ બહાર કાઢી, તો થોડીવાર બાદ કાર ગરકાવ થઈ

જ્યોતિષ આચાર્ય દેવવ્રત કશ્યપ સુરતમાં રહે છે. તેઓએ જણાવ્યું કે, જાપાનમાં વ્યવસાય કરતા ગુજરાતીઓ પણ જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરે છે. પોતાના જ એક મિત્રના પબ્લિકેશન થકી તેમણે રાશિફળ જાપાની ભાષામાં છાપવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ સુરતના દેવવ્રત કશ્યપે દ્વારા રાશિફળ જાપાન મોકલવામાં આવી અને વ્યક્તિના પ્રથમ નામના અક્ષર પ્રમાણે જે-તે રાશિ અંગેની જાણકારી આ પુસ્તકમાં જાપાનીઝ ભાષામાં લોકોને મળી રહે છે. સટિક રાશિફળની ભવિષ્યવાણીના કારણે હવે જાપાની લોકોમાં આ પુસ્તક ખૂબ જ પ્રસિદ્ધ થઈ રહી છે. આ જ કારણ છે કે જાપાનના એમેઝોનમાં મૂકવામાં આવેલી પુસ્તકોના વેચાણમાં ટોપ-10માં સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news