BJP Foundation Day Special: 6 એેપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. આજે ભાજપનો 44મો સ્થાપના દિવસ. પણ શું તમે જાણો છોકે, લોકસભામાં માત્ર બે જ બેઠકો ધરાવતો આ પક્ષ કઈ રીતે દુનિયાનો સૌથી મોટી રાજકીય પક્ષ બની ગયો? અને કઈ રીતે ગુજરાતનો એક સામાન્ય ચા વેચનારો છોકરો દુનિયાની સૌથી મોટી લોકશાહીનો પ્રમુખ બની ગયો? એ જાણવા માટે તમામે અતિતમાં ડોકિયું કરવું પડશે. જાણો નરેન્દ્ર મોદી કઈ રીતે બની ગયા ભાજપના પર્યાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનો સ્પષ્ટ સંદેશ, રાજકોટથી રૂપાલા નહીં જ બદલાય : દિલ્લીથી મળી ગયું ગ્રીન સિગ્નલ!


લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે. ગઈ વખતની જેમ જ કુલ 7 તબક્કામાં લોકસભાની કુલ 543 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં લોકસભાની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં દેશના કરોડો મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 4 જૂને જાહેર થશે ચૂંટણીના પરિણામો અને દેશને મળશે પ્રધાનમંત્રી. ત્યાં સુધી આદર્શ આચારસંહિતા લાગુ રહેશે.


સરકારના કામથી કેટલી ખુશ છે અમદાવાદની મહિલાઓ? સૌથી મોટી ચૂંટણીમાં કોની બાજી પલટાશે?


વિરોધ પક્ષોમાંથી પ્રધાનમંત્રીનો દાવોદાર ચહેરો કોણ છે તે હદુ પણ નક્કી નથી થયું. જ્યારે ભાજપ તરફથી તો સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. આ ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરવા તેમની સાથે છે રાજનીતિના ચાણક્ય કહેવાતા અમિત શાહ. આ બે ગુજરાતીઓની જોડી ફરી એકવાર ઈતિહાસ રચવા માટે તૈયાર છે. 


કમલમમાં કઈ 7 ક્ષત્રિયાણીઓએ આપી જોહરની ચીમકી? શનિવારનો દિવસ ગુજરાત માટે મહત્વપૂર્ણ


અહીં અતિતમાં ડોકિયું કરીએ તો એક સમયે લોકસભામાં માત્ર બે જ બેઠકો ધરાવતી ભારતીય જનતા પાર્ટી પોતાને દેશની નહીં પણ દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરાવે છે. અને સેંકડો કાર્યકરોના દમ પર જ ભાજપ આ વખત લોકસભા ચૂંટણીમાં 400નો આંકડો પાર કરવાનો પણ દાવો કરી રહ્યું છે. હાલ ભાજપ અને મોદી એકબીજાના પર્યાય બની ગયા છે. ન માત્ર દેશ પણ દુનિયાભરમાં સતત મોદીના ફેન્સ વધી રહ્યાં.


'હે શક્તિ, તમે શાંત રહેજો...', ધાનાણીની ફરી કવિતા રણકી! પ્રજ્ઞાબા ઝાલાનો વીડિયો...


એક સમયે જે પક્ષને લોકસભામાં માત્ર બે જ બેઠકો મળી હતી એવી પાર્ટી આજે કેન્દ્રમાં જંગી બહુમત સાથે સતત બીજીવાર સત્તારૂઢ થયેલી છે. અને વર્ષ 2024માં ત્રીજી ટર્મ જીતવા માટે મોદી સરકાર જોર લગાવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ દુનિયાનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે. ભાજપ આજે 43 વર્ષનો થઈ ગયો છે અને પોતાના 43માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે જાણીએ કે કઈ રીતે ભાજપ અને મોદી બની ગયા એકબીજાના પર્યાય.


પડદા બેટ સાઈટ નજીક સઘન સંશોધન શરૂ; 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળ્યા


દેશના રાજકીય ઈતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે એન્ટ્રી કરી હતી ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે એક દિવસ આ પાર્ટી ઐતિહાસિક જીત મેળવીને સત્તાનું સુકાન સંભાળશે. 1980ના દાયકામાં જ્યારે બીજેપીની રચના થઈ અને પાર્ટીએ એક રાજકીય પાર્ટી તરીકે પહેલી લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારે પાર્ટીના ખાતામાં માત્ર બે બેઠક આવી હતી. તેમ છતાં પણ પાર્ટીના નેતાઓએ હિંમત હારી નહીં અને તેનું ફળ આપણી સામે છે. ભાજપના સંઘર્ષથી ભરેલા ઈતિહાસમાં હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ મોટું યોગદાન છે.


આ તારીખો છે ગુજરાત માટે ભારેથી અતિભારે! આ વિસ્તારો માટે ભયાનક આગાહી વાંચી હચમચી જશો


દિવાળીના દિવસે નરેન્દ્ર મોદીએ RSS માં જોડાઈને લીધા હતા બાળ સ્વયંસેવક તરીકેના શપથઃ
નરેન્દ્ર મોદી બાળપણથી જ RSS સાથે જોડાયેલા હતા. 1958માં દિવાળીના દિવસે ગુજરાત RSSના પહેલા પ્રાંત પ્રચારક લક્ષ્મણરાવ ઈનામદાર ઉર્ફે વકીલ સાહેબે નરેન્દ્ર મોદીને બાળ સ્વયંસેવકના શપથ અપાવ્યા હતા. ત્યારબાદ મોદી RSSના શાખાઓમાં જવા લાગ્યા. નરેન્દ્ર મોદી મહેનતુ કાર્યકર્તા હતા. RSSની મોટી શિબિરોના આયોજનમાં તે પોતાના મેનેજમેન્ટની કમાલ પણ બતાવતા હતા. RSSના નેતાઓને ટ્રેન અને બસમાં રિઝર્વેશનની જવાબદારી તેમની પાસે રહેતી હતી. એટલું જ નહીં ગુજરાતના હેડગેવાર ભવનમાં આવનારી દરેક ચિઠ્ઠીને ખોલવાનું કામ પણ નરેન્દ્ર મોદીએ જ કરવાનું રહેતું. નરેન્દ્ર મોદીના મેનેજમેન્ટ અને તેમના કામ કરવાના પ્રકારને જોયા પછી RSSમાં તેમને મોટી જવાબદારી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેના માટે તેમને રાષ્ટ્રીય કાર્યાલય નાગપુરમાં એક મહિનાના વિશેષ ટ્રેનિંગ કેમ્પમાં મોકલવામાં આવ્યા. 


Sarkari Naukri: ડિપ્લોમા એન્જિનિયરોની પરીક્ષા વગર સીધી ભરતી, પગાર 35,000થી વધુ, જાણો


ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાત મોડલને દેશ અને દુનિયા સામે એ રીતે પ્રસ્તુત કર્યું કે ત્યાર બાદ મોદીની છબિ રાજનીતિના આકાશમાં સૌથી ઉંચે અંકિત થઈ ગઈ. મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે એક કૂશળ રાજનેતા અને વહીવટ કર્તા તેમજ કડક છબિ ધરાવતા નેતા તરીકે લોકોમાં પ્રસ્થાપિત થઈને ખુબ જ નામના મેળવી. 1990ના દાયકામાં નરેન્દ્ર મોદીએ અડવાણીની સોમનાથથી અયોધ્યા રથ યાત્રામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેના પછી તેમને બીજેપી અધ્યક્ષ મુરલી મનોહર જોશીની એકતા યાત્રાના સંયોજક બનાવવામાં આવ્યા. આ યાત્રા દક્ષિણમાં તમિલનાડુથી શરૂ થઈને શ્રીનગરમાં ત્રિરંગો ફરકાવીને પૂરી કરવાની હતી.


ઉડતા પંજાબ નહીં, ઉડતા ગુજરાત! બુટના સોલમાંથી પોલીસને મળ્યું લાખોનું હેરોઈન


2001માં જયારે ગુજરાતમાં ભૂકંપ આવવાથી 20,000 લોકોના મૃત્યુ થયા અને રાજ્યમાં રાજકીય સત્તામાં પરિવર્તન થયું. દબાણના કારણે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પોતાનું પદ છોડ્યું અને નરેન્દ્ર મોદીને રાજ્યની કમાન સોંપવામાં આવી. જેના પછી તેમણે ગુજરાતમાં ભાજપના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યું. મુખ્યમંત્રીની જવાબદારીની સાથે સાથે નરેન્દ્ર મોદીએ પોતાને રાજકીય સંગઠન મજબૂત કરવા અને રાજ્યના વિકાસના કામ શરૂ કર્યા.


તો આવી ગયો રોહિત-હાર્દિકના વિવાદનો અંત? હવે મુંબઈ ઈન્ડિયન્સ IPLમાં કરશે ધમાલ!


ગુજરાતમાં તે 2002, 2007, 2012માં વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત મેળવીને ભાજપનો પરચમ દેશ અને દુનિયામાં લહેરાવ્યો. 2012 સુધીમાં તેમનું કદ એટલું મોટું થઈ ગયું કે તેમને પાર્ટીના પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે જોવામાં આવવા લાગ્યા. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઐતિહાસિક જીત મેળવતાં 282 બેઠકો જીતીને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી. ત્યારબાદ પાર્ટીને દેશના 20થી વધારે રાજ્યમાં સરકાર બનાવવામાં સફળતા મેળવી.


હર હર મહાદેવ! ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિકે કર્યા સોમનાથ મહાદેવના દર્શન, VIDEO


પ્રધાનમંત્રી મોદીએ પોતાના પહેલાં કાર્યકાળના પાંચ વર્ષ સફળતાપૂર્વક પસાર કર્યા પછી ફરી એકવાર 2019ની લોકસભાની ચૂંટણી આવી. જેમાં પણ પાર્ટીએ 2014 કરતાં પણ મોટી જીત મેળવતાં 303 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યાર બાદ બબ્બે વાર ભારતના પ્રધાનમંત્રી બન્યા પછી જે રીતે તેમણે ભાજપને સફળતા અપાવી છે. તેના કારણે હવે ભાજપ અને નરેન્દ્ર મોદી એકબીજાના પૂરક બની ગયા છે. અને હવે ત્રીજીવાર દેશનો જનમત મળવવા માટે પક્ષ અને પ્રધાન સેવક બન્ને કરી રહ્યાં છે વર્ષ 2024 માટેની તૈયારીઓ.