Sarkari Naukri: ડિપ્લોમા એન્જિનિયરોની પરીક્ષા વગર સીધી ભરતી, પગાર 35,000થી વધુ, જાણો વિગત
Sarkari Naukri: રાઇટ્સ લિમિટેડમાં એન્જિનિયર સહિત અન્ય પદો પર ભરતી કરવામાં આવી રહી છે. ઇચ્છુક ઉમેદવાર અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ rites.com/Career પર જઈ શકો છો.
Trending Photos
Sarkari Naukri: સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો પાસે સૂવર્ણ તક છે. આ તક ખાસ કરીને એન્જિનિયરિંગની ડિગ્રી ઘરાવતા વિદ્યાર્થીઓ માટે છે. રાઇટ્સ લિમિટેડમાં એન્જિનિયરિંગ અને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરના કુલ 32 પદો પર ભરતી કરવા જઈ રહી છે. તે માટે અરજી પ્રક્રિયા 2 એપ્રિલ 2024થી શરૂ થઈ છે. ઇચ્છુક ઉમેદવાર અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ rites.com/Career પર જઈ શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 એપ્રિલ 2024 છે. અરજી કરતા પહેલા શૈક્ષણિક યોગ્યતા, ઉંમર મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા વિશે જાણો..
શૈક્ષણિક યોગ્યતા
ક્વોલિટી એન્જિનયર (સાઇટ ઇન્ચાર્જ) ના પદ માટે ઉમેદવારની પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. સાથે સંબંધિત ફિલ્ડમાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ઉંમર મર્યાદા શું છે?
ક્વોલિટી એન્જિનયર (સાઇટ ઇન્ચાર્જ) ના પદ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ.
અરજી ફી
આ પદ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે કોઈ ફી ભરવાની નથી.
ભરતી પ્રક્રિયા શું છે?
ઉમેદવારની પસંદગી માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. પરંતુ ડાયરેક્ટ મેરિટ બેસીસ પર ભરતી કરવામાં આવશે. તે માટે ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવશે.
પગાર
આ પદ પર પસંદ થયેલા ઉમેદવારોને 35304 રૂપિયા સુધીનો પગાર મહિને મળશે.
રાઇટ્સમાં કઈ રીતે કરશો અરજી
અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ rites.com/Career ઓપન કરો.
ત્યાં હોમ પેજ પર રહેલ ભરતી લિંક પર ક્લિક કરો.
ત્યાં હોમ પેજ રહેલ ભરતી લિંક પર ક્લિક કરો.
ત્યાં માંગવામાં આવેલી જાણકારી ભરો.
માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરી અપલોડ કરો.
અરજી પ્રક્રિયાનું ફોર્મ ભરી તેની પ્રિન્ટ તમારી પાસે રાખી લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે